Home »Madhya Gujarat »Latest News »Nadiad» Kheda Matar Palla Lake In Released Toxic Chemicals Due Thousands Of Dead Fish

ખેડા: રાત્રિના સમયે પાલ્લાના તળાવમાં ઝેરી કેમીકલ છોડાતા હજારો માછલીના મોત

Bhaskar News, Kheda / Nadiad | Mar 26, 2017, 23:44 PM IST

  • પાલ્લાના મજલી તળાવમાં કેમીકલ છોડાતા પાણીમાં ઓક્સિજન ઘટતા હજ્જારો માછલીઓના મોત નિપજ્યા હતા.
ખેડા/નડિયાદ: માતર તાલુકાના પાલ્લા ગામની સીમમાં આવેલા તળાવમાં રાત્રિના સમયે કોઇ અજાણ્યા શખ્સો કેમીકલયુકત પાણી ઠાલવીને પલાયન થઇ ગયા હતા. કેમીકલયુકત પાણીના કારણે તળાવની હજ્જારો માછલીઓ મૃત્યુ પામી હતી. તળાવનું પાણી કાળુ અને અસહ્ય દુર્ગંધવાળુ થઇ જતા બિનઉપયોગી બની ગયું છે.
 
પાલ્લાથી દોઢ કિલોમીટર દૂર સીમમાં મજલી નામના તળાવ આવેલું છે
 
આ સંદર્ભે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પાલ્લાથી દોઢ કિલોમીટર દૂર સીમમાં મજલી નામના તળાવ આવેલું છે. આ વિસ્તારમાં ગામના પશુપાલકો તેમના પશુઓને ચરાવવા માટે લઇ જતાં હતા.જેથી આ તળાવ પશુઓ માટે ખૂબ આર્શીવાદ સમાન હતું . બે દિવસ પહેલા રાત્રિના કોઇપણ સમયે કોઇ અજાણ્યા શખ્સો કેમીકલયુકત પાણી તળાવમાં ઠાલવીને જતા રહ્યા હતા. જેના કારણે તળાવનું પાણી કાળુ અને  અસહ્ય દુર્ગંધ મારતું બની ગયું છે. અને કેમીકલના કારણે પાણીમાં ઓક્સિજન ઘટી ગયો હતો. જેથી તળાવના પેટાળમાં રહેતી માછલીઓ ઉપર આવી હતી અને થોડી વારમાં ટપોપટ માછલીઓ મરી જતાં કિનારા પર ઢગલા થઇ ગયા હતા.
 
કોઇ અજાણ્યા તત્વોએ  કેમીકલ રેડ્યું છે..
 
પાલ્લા –વૌઠા બ્રિજ રોડ નજીક આવેલા ગામના તળાવમાં કોઇ અજાણ્યા ઇસમો કેમીકલયુકત પાણી ઠાલવીને જતા રહ્યા હતા. જેથી તળાવનું પાણી દુષિત થઇ ગયું છે. જેનાથી હજ્જારો માછલી મરી ગઇ છે. તેમજ ગામમાં સાદ પડાવીને પશુપાલકોએ પોતાના પશુઓને આ તળાવનું પાણી પીવડાવું નહીં તેમ જણાવ્યું છે. આ ઉપરાંત આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા આ શખ્સોને પકડીને તેમની સામે કડક પગલા ભરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે-ચોથીબેન ભરવાડ, સરપંચ, પાલ્લા.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kheda Matar palla lake in released Toxic chemicals due thousands of dead fish
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended