Home »Madhya Gujarat »Latest News »Nadiad» Kapadvanj In Not Get Money Due KDCC Lockout Bank SBI Bank In The Periphery By Customer

કપડવંજ: નાણાં ન મળતા KDCC બેંકની તાળાબંધી, SBI બેંકને પણ ઘેરાવો કર્યો

Bhaskar News, Nadiad | Jan 10, 2017, 00:25 AM IST

  • કપડવંજમાં રોષે ભરાયેલાં લોકોએ બેંકને તાળાબંધી કરી દીધી હતી.
નડિયાદ:કપડવંજ શહેરમાં આવેલી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમા છેલ્લા પાંચ દિવસથી નાણાં આપવાનું બંધ કરી દેવામાં આવતાં પશુપાલકો અને ખેડૂતોની ધીરજ ખૂટી ગઇ હતી. તેમજે તેઓએ બેંકની બહાર તાળાબંધી કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા. જયારે નાણાં એસબીઆઇમાંથી જ આપવામાં આવતા ના હોવાથી સ્થિતી સર્જાઇ હોવાનું જણાવતાં ખેડૂતો અને પશુપાલકો એસબીઆઇ બેંકે પહોંચીને ઘેરાવો કર્યો હતો. 
 
 
આમ હવે, ગામડાઓમાં પણ નાણાંના અભાવે સ્થિતિ વિકટ બની રહી છે. કપડવંજ શહેર અને તાલુકામાં આવેલા ગામડાઓના ખાતેદારોના ખાતાઓ એસબીઆઇ તથા મધ્યસ્થ સહકારી બેંકમાં આવેલા છે. પશુપાલકો અને ખેડૂતોને  છેલ્લા પાંચ દિવસથી કેડીસીસી બેંક દ્વારા નોટો આપવામાં આવતી નથી. આ બાબતે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઇ જ કાર્યવાહી કરવામાં ના આવતાં ખેડૂતો અને પશુપાલકોની ધીરજ ખૂટી પડી હતી.
 
નોટબંધીના 61 દિવસ બાદ પણ નોટો પહોંચાડવામાં આરબીઆઇ ઉણી ઉતરી
 
તેમજ તેઓએ કેડીસીસી બેંકને બહારની તાળુ મારી દીધુ હતું. જયારે બેંકના મેનેજરે જણાવ્યું કે, એસબીઆઇ દ્વારા જ નાણાં ફાળવવામાં આવતાં નથી. જેથી અમે નાણાં આપી શકીએ નહીં.  આથી રોષે ભરાયેલાં લોકોએ એસબીઆઇ બેંકને પણ ઘેરાવો કરીને દેખાવો કર્યા હતા. નોટબંધીના 61 દિવસ બાદ પણ નોટો પહોંચાડવામાં આરબીઆઇ ઉણી ઉતરી છે. તે આ વાત પરથી સ્પષ્ટ થાય છે. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,ઉપરથી જ નાણાં આવતા નથી...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Kapadvanj in Not get money due KDCC lockout Bank SBI Bank in the periphery by Customer
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext