Home »Madhya Gujarat »Latest News »Nadiad» International Kite Festival Held In Dakor

ડાકોરમાં કાઇટ ફેસ્ટિવલ યોજાયો, પતંગબાજોએ આકાશને બનાવ્યું રંગબેરંગી

Bhaskar News, Dakor | Jan 10, 2017, 22:07 PM IST

નડિયાદ, ડાકોર: યાત્રાધામ ડાકોરમાં આવેલી ભવન્સ કોલેજના મેદાનમાં મંગળવારે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજાયો હતો. આ પતંગ મહોત્સવને માણવા માટે સવારથી જ ડાકોર સહિત આસપાસના ગામોના બાળકો તથા મોટેરાંઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. સવારે 9.30 કલાકે આ મહોત્સવના ઉદ્દઘાટન બાદ દેશ-વિદેશમાંથી આવેલા પતંગબાજો દ્વારા વિવિધ પ્રકારની પતંગ ઉડાડતાં આકાશ રંગબેરંગી બની ગયુ હતું. આકાશમાં ઉડેલી વિવિધ પ્રકારની પતંગો નિહાળીને બાળકોમાં ભારે આનંદ વ્યાપી ગયો હતો.

પતંગબાજો દ્વારા પતંગ ઉડાડીને આનંદ વ્યકત કર્યો

ડાકોર ભવન્સ કોલેજના મેદાનમાં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા પંચાયત પ્રમુખ જયંતિભાઈ સોઢાના અધ્યક્ષપદે યોજાયો હતો. આ મહોત્સવના ઉદ્દઘાટન પ્રસંગે દેવુસિંહ ચૌહાણે આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડીને મહોત્સવને ખુલ્લો મુકીને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં પતંગ ઉત્સવનું એક આગવું મહત્વ છે. તેમજ ગુજરાતની ગૌરવસભર સંસ્કૃતિ ફેલાય, આપણો વારસો ઉત્સવના માધ્યમથી દુનિયા સમક્ષ મુકવામાં આવ્યો છે. આ મહોત્સવ દ્વારા સ્થાનિક 80 ટકા રોજગારી ઉભી થઈ છે. દેશ-વિદેશના પતંગબાજો દ્વારા પતંગ ઉડાડીને આનંદ વ્યકત કર્યો હતો.

વિવિધ પતંગોએ ભારે આકર્ષણ જમાવ્યુ

આ પતંગ મહોત્સવમાં ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, રશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા, યુનાઈટેડ સ્ટેટ ઉપરાંત મહારાષ્ટ્ર, લખનઉ, વડોદરા, આણંદ સહિત અન્ય જિલ્લાના તેમજ સ્થાનિક પતંગબાજો સહિત 80 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગબાજો દ્વારા સ્નેક, સ્પાઈડરમેન, શાંતાક્લોઝ, ગણેશજી, ડ્રેગન વગેરેની પતંગોએ ભારે આકર્ષણ જમાવ્યુ હતું. આ ઉત્સવને નિહાળવા ડાકોર સહિત આસપાસના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ મહોત્સવમાં મુખ્યદંડક પંકજભાઈ દેસાઈ, પ્રવાસ નિગમના અધ્યક્ષ કમલેશભાઈ પટેલ તથા પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ગેરહાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સમય કરતાં વહેલો પૂર્ણ થઈ ગયો હતો.
 
આગળની સ્લાઇડમાં વાંચો, પ્રથમ વખત કાઈટ ફેસ્ટીવલમાં આવ્યો છું......
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: International Kite Festival Held in Dakor
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended