Home »Madhya Gujarat »Latest News »Nadiad» Government Will Answer In Court On The Issue Of Breaking Nadiad Bus Stand

નડિયાદનું બસ સ્ટેન્ડ વિવાદમાં સપડાયું, તોડવા મુદ્દે સરકાર આપશે કોર્ટમાં જવાબ

Bhaskar News, Nadiad | May 18, 2017, 03:58 AM IST

  • નડિયાદનું બસ સ્ટેન્ડ વિવાદમાં સપડાયું, તોડવા મુદ્દે સરકાર આપશે કોર્ટમાં જવાબ,  nadiad news in gujarati
નડિયાદ:નડિયાદ શહેરમાં નવા બસ સ્ટેશનને તોડીને આઇકોનિક પોર્ટ બસ સ્ટેશન બનાવવા માટે નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલે તા.12થીએ ખાતમુર્હુત કર્યું તે દિવસથી જ વિવાદમાં સપડાયું છે. નવુ બસ સ્ટેન્ડ તોડવામાં ના આવે તે માટે એસટીનિગમના નિવૃત કર્મચારી સહિત અન્ય બે વ્યકિતઓએ કોર્ટમાં અરજી કરી હતી. જે સંદર્ભે ગુરૂવારે રાજય સરકારના પ્રતિનિધિઓ નડિયાદની કોર્ટમાં હાજર રહીને પોતાના જવાબો રજૂ કરશે.

નડિયાદ શહેરમાં 20 વર્ષ પહેલા લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવેલા બસ સ્ટેન્ડને પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) ધોરણે રૂ. 64. 29 કરોડના ખર્ચે આધુનિક બસ મથક બનાવવા સંદર્ભે તા. 12 મીનારોજ નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુ.

આ દિવસે એસ.ટી. નિગમના નિવૃત કર્મચારી અને રાજય કર્મચારી મંત્રી મંડળના પૂર્વ સેક્રેટરી ઇશ્વરભાઇ અમરાવત, નડિયાદના સમાજીક કાર્યકર પ્રમોદભાઇ ભટ્ટ અને પૂર્વ કાઉન્સીલર રાગીણીબેન રાણા દ્વારા નડિયાદની કોર્ટમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ નિગમ, ગુજરાત સરકાર અને પ્રોપાઇટર કટીરા કન્ટ્રકશન વિરૂધ્ધ અરજ કરીને હયાત બસ સ્ટેન્ડ (નવું) તેઓ તોડે કે તોડાવે નહીં તેવી દાદ માગી છે. આ અંગે કોર્ટે રાજય સરકારને તા. 18 મેના રોજ હાજર રહેવાની નોટિસ જારી કરી હતી. આ સંદર્ભે રાજય સરકારના પ્રતિનિધિઓ ગુરૂવારે નડિયાદ કોર્ટમાં હાજર રહીને આ બાબતે પોતાના જવાબો રજૂ કરશે.

કોન્ટ્રાકટરો , બિલ્ડરોને લાભ અને પ્રજાના નાણાં વેડફાશે 

નવા નિર્માણ પામી રહેલા બસસ્ટેન્ડનો વિરોધ નથી. પરંતું વિકાસના નામે તથા જનભાગીદારી બહાના હેઠળ પ્રાઇવેટ કોન્ટ્રાકટરો અને બિલ્ડરોને લાભ થશે તેમજ પ્રજાના નાણાં વેડફાશે. સરકારના આ કૃત્યથી એસ.ટી નિગમને તાળુ મારી દેવા તરફ જઇ રહ્યું છે. જે ખાનગીકરણ તરફ લઇ જવા તરફની શરૂઆત છે.  તે રોકવાની અંત્યત આવશ્યકતા ઉભી થયેલી હોવાથી હાલનું હયાત નવું બસસ્ટેન્ડ બિલ્ડીંગ સરકાર દ્વારા તોડવામાં ના આવે તે અંગેનો મનાઇ હુકમ માગવા માટે અરજી કરવામાં આવી છે. આ અરજીના મુદે ગુરૂવારે નડિયાદ કોર્ટમાં સરકારના પ્રતિનિધિઓ ફરમાન મુજબ હાજર રહેશે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government Will Answer In Court On The Issue Of Breaking Nadiad Bus Stand
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended