Home »Madhya Gujarat »Latest News »Nadiad» Balasinor Jamiyatapura In Sewage Disposal Project Public Hearing In Swoosh

બાલાસિનોર: જમિયતપુરામાં કચરા નિકાલ પ્રોજેકટની લોક સુનાવણીમાં હોબાળો

Bhaskar News, Balasinor / Nadiad | Feb 17, 2017, 22:52 PM IST

  • બાલાસિનોરના જમિયતપુરામાં કચરાના પ્રોજેકટનો 29 ગામે વિરોધ કરીને રોષ ઠાલવ્યો
બાલાસિનોર/ નડિયાદ:બાલાસિનોર – કપડવંજ રોડ પર જમીયતપુરા પાસે રોડની બાજુમાં  મે. મૌર્યા એન્વાયરો પ્રોજેકટ પ્રા. લિ. દ્વારા કચરા નિકાલ માટેનો પ્રોજેકટ શરૂ  થનાર છે . જેમાં 970912 ટન કચરાની  ક્ષમતા છે. આ બાબતે  અગાઉ સુનાવણી રખાઈ હતી. ત્યારબાદ પુન : લોક સુનાવણી શુક્રવારે સવારે 11 કલાકે મહિસાગર જિલ્લાના ઇન્ચાર્જ કલેકટર , પ્રદુષણ બોર્ડના સભ્ય સચિવ સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી. આ સુનાવણી એક કલાક મોડી થઇ હતી. તાલુકા મથક ખાતેના કાર્યક્રમમાં હાજર રહેલા  તાલુકા વિસ્તારના જુદા-જુદા 29 ગામોના  બે હજાર વધુ ગ્રામજનોએ આ પ્રોજેકટનો સખ્ત વિરોધ નોંધાવી હોબાળો મચાવતા તંત્રવાહકોની હાલત કફોડી બની હતી. 
 
પ્રજાની લાગણી અમો સરકારને પહોંચાડીશું
 
આ પ્રોજેકટની સુનાવણી સંદર્ભે લોકોએ વિરોધ કર્યો હતો. તેમજ તેઓએ ઉગ્ર રજૂઆતો પણ કરી છે. જે સ્થળ પર જોતા માલૂમ પડ્યું છે. જેથી તેઓની લાગણીને ધ્યાને લઇને આ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવશે. - આર.જી.ગોહિલ, ઇન્ચાર્જ કલેક્ટર, મહિસાગર
 
ફળદ્રુપ જમીનને નુકશાન થશે
 
આ પ્રોજેક્ટથી આ વિસ્તારમાં આવેલી ખેતી જમીન તેમજ પર્યાવરણને નુકશાન થશે. આ વિસ્તારના લોકોને દુર્ગંધ અને કચરાના કારણે વિવિધ પ્રકારના રોગ થવાની દહેશત રહેલી છે.- નીતા મહાદેવ
 
આગળની સ્લાઇડમાં વાંચો,1.30 લાખ લીટર પાણી કયાંથી લાવશું...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Balasinor jamiyatapura in Sewage Disposal Project Public hearing in swoosh
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext