Home »Madhya Gujarat »Latest News »Nadiad» 20 Year Old Girl Attempted Suicide At Nadiad

નડિયાદ: હોસ્પિટલની નર્સનો કેનાલમાં ઝંપલાવી આપઘાત, પંથકમાં ચકચાર

Bhaskar News, Nadiad | May 19, 2017, 00:24 AM IST

  • નડિયાદ: હોસ્પિટલની નર્સનો કેનાલમાં ઝંપલાવી આપઘાત, પંથકમાં ચકચાર,  nadiad news in gujarati
નડિયાદ:નડિયાદની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક યુવતીએ આંતરોલી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીંદગીનો અંત આણ્યો હતો. આ સંદર્ભે આતરસુંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નડિયાદ નવાબિલોદરા કર્મવીર નગર-2માં દિલીપભાઇ ભીખાભાઇ શર્મા રહે છે. તેઓ ખંભાત એસ.ટી.ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓને સંતાનમાં એક દિકરો અને એક દીકરી છે.
 
જેમાં દીકરી લેખાબેન ઉર્ફે બીન્ટુ (ઉ.વ.20) નડિયાદ કોર્ટ રોડ ઉપર આવેલ વિશ્વાસ હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર લેખાબેન ગુરૂવારે બપોરે નડિયાદ કપડવંજરોડ ઉપર આવેલ આંતરોલી નર્મદા કેનાલના પુલ ઉપર આવ્યા હતા. તેણીએ પોતાનો મોબાઇલ તથા પર્સ બ્રીજ ઉપર મુકી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.
 
અા વખતે સ્થાનિક માણસોએ જોતા બુમાબુમ કરતાં આજુબાજુના રહીશો ભેગા થઇ ગયા હતા. તે વખતે સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં પડેલ લેખાબેનને પાણીમાંથી બહાર કાઢી હતી. તેણીને તાત્કાલીક સારવાર માટે કપડવંજ જે.બી.મહેતા હોસ્પીટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે લેખાબેનને મૃત જાહેર કરી હતી. આ વખતે બ્રીજ ઉપરથી મળેલ મોબાઇલ ફોનના આધારે તપાસ કરતાં તેના પિતા દિલીપભાઇને જાણ કરી હતી.જે સંદર્ભે પરિવારજનો કપડવંજખાતે દોડી આવ્યા હતા. આ બનાવ સંદર્ભે દિલીપભાઇ શર્માની ફરિયાદના આધારે આતરસુંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ હે.કો.લક્ષ્મણસિંહ ચલાવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 20 year old girl attempted suicide at Nadiad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended