Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Written Application To Pm About Cut Of Result In Gpsc

GPSCમાં ઓછું રિઝલ્ટ કાઢી અન્યાય કર્યાની PMને રજૂઆત,સ્કેલિંગ પધ્ધતિ સામે શંકા

Bhaskar News, Gandhinagar | Apr 21, 2017, 00:39 AM IST

  • અન્યાય કર્યાની મોદીને રજૂઆત
ગાંધીનગરઃજીપીએસસી દ્વારા કલાસ વન-ટુની મુખ્ય પરીક્ષાના  તાજેતરમાં જાહેર કરાયેલા પરિણામમાં ભરતી કરાનાર 460 જગ્યાઓની સામે ત્રણ ગણા ઉમેદવારોને પાસ જાહેર કરીને ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાઈડ કરાયા હતા. આ સંખ્યા અપુરતી છે અને ત્રણ ગણાને બદલે છ ગણા ઉમેદવારોને પાસ કરીને ઇન્ટરવ્યુમાં બોલાવવા જોઇએ તેવી રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીપીએસસીના સભ્યો સહિતના સત્તાધીશોને કરવામાં આવતા સ્કેલીંગ પધ્ધતિ પછી વધુ એક વિવાદ ઉભો થયો છે.

આ પહેલા પણ પરિક્ષામાં પૂછવામાં આવેલા સવાલો ચર્ચામાં રહ્યા હતા જ્યારે ફરી એકવાર સ્કેલિંગ પધ્ધતિ સામે સવાલો ઉભા થયા છે. જેની સામે કેટલાક ઉમેદવારોએ જીપીએસસીના દરેક પદાધિકારીઓ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તથા મંત્રીઓને આ અંગે જાણ કરી છે.
 
આગળ વાંચો, વધુ વિગતો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: written application to pm about cut of result in gpsc
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended