Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Peter Huntsman CEO Of Huntsman Company Praised PM Modi

'અમારામાંથી ઘણા ઈચ્છતા હતા કે મોદી અમેરિકાનું નેતૃત્વ કરે'- પીટર હન્ટસમેન

Bhaskar News, Gandhinagar | Jan 11, 2017, 07:54 AM IST

  • પીટર હન્ટસમેન, સીઈઓ, હન્ટસમેન કોર્પોરેશન
ગાંધીનગર: PM મોદીએ 8મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાતના ઉદઘાટન સમયે ઉપસ્થિત તમામ ઉધોગપતિઓ અને વિદેશના પ્રતિનિધિઓ પણ નરેન્દ્ર મોદી પર ઓવારી ગયા હતા. હન્ટસમેન કોર્પોરેશનના સીઇઓએ તો એટલે સુધી કહ્યું 'મોદી જ્યારે અમેરિકાના પ્રવાસે આવ્યા હતા ત્યારે અમારામાંથી ઘણા બધા એવું ઇચ્છતા હતા કે મોદી અમેરિકા રોકાઈ જાય અને અમારા દેશને નેતૃત્ત્વ પૂરું પાડે'.
 
અમારામાંથી ઘણા ઈચ્છતા હતા કે મોદી અમેરિકાનું નેતૃત્વ કરે

ગુજરાતના લોકોની ટેલેન્ટ, ઈન્ટીગ્રીટી અદભૂત છે. ભારતમાં અમારા જેટલા કર્મચારીઓ છે તેમાંના અડધા જેટલા ગુજરાતમાં છે. આજે જ્યારે પણ દુનિયાભરમાં સક્ષમ નેતૃત્વની ઊણપ વર્તાય છે ત્યારે આપણી નજર ભારતના વડાપ્રધાન મોદી તરફ જાય છે. મોદી જ્યારે અમેરિકાના પ્રવાસે આવ્યા હતા ત્યારે અમારામાંથી ઘણા બધા એવું ઇચ્છતા હતા કે મોદી અમેરિકા રોકાઈ જાય અને અમારા દેશને નેતૃત્ત્વ પૂરું પાડે. જ્યારે પણ વિશ્વમાં હિંમત અને સાહસની ઊણપ જણાય છે ત્યારે તેને ભારત પૂરું પાડે છે.’- પીટર હન્ટસમેન, સીઈઓ, હન્ટસમેન કોર્પોરેશન
 
આ સાંભળી વડાપ્રધાન મોદીના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. જ્યારે હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો. 
 
આગળની સ્લાઇડસ્ પર ક્લિક કરો અને વાંચો સમાજના આર્થિક વિકાસની જવાબદારી રાજકીય નેતાની છે....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Peter Huntsman CEO of Huntsman Company Praised PM Modi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended