Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» VVIP Delegates Have Presented In Vibrant Gujarat Summit 2017

ગાંધીનગર: એક્ઝિબિશન ડોમ ડેલિગેટ્સ-VVIPથી ઉભરાયો: 1300 કંપનીઓ દ્વારા પ્રદર્શન

Bhaskar News, Gandhinagar | Jan 11, 2017, 01:04 AM IST

ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્દઘાટન કરાયા બાદ મંગળવારે આખો દિવસ મેગા એક્ઝિબિશનના ડોમ ડેલિગેટ્સ અને વીઆપીઓથી ઉભરાયા હતાં. 13 જેટલા વિશાળ ડોમમાં 1300 કંપનીઓના વિવિધ સ્ટોલ પર મેગા પ્રદર્શન યોજાયું છે. આ ટ્રેડ શો ગુરુવાર અને શુક્રવાર બે દિવસ સુધી જાહેરજનતા માટે ખુલ્લો રહેશે.
 
મુલાકાતીઓ વર્ચુઅલ દરિયાની મજા માણી શકશે
 
 બે દિવસ વીઆઈપીઓ અને ડેલિગેટ્સ માટે ટ્રેડ શો ચાલ્યા બાદ આવતીકાલથી 12-13 જાન્યુઆરીએ જાહેરજનતા માટે ટ્રેડ શો ખુલ્લો રહેશે. ત્યારે જો તમારે વર્ચુઅલ દરિયો અને પાયલોટિંગનો અનુભવ લેવો હોય તો ટ્રેડ શોની મુલાકાત લેવાનું ચુકતા નહીં. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા યોજાયેલી પ્રદર્શનીમાં બોટ પર બેસીને VR બોક્ષની મદદથી વર્ચુઅલ દરિયાની મજા માણી શકો તે રીતની વ્યવસ્થા કરાઈ છે. તો બીજી તરફ ડોમ નંબર 10માં એર પાઈલોટ એક્સપિરિયન્સ માટે એક રૂમ બનાવાયો છે. જેમાં ગેમિંગ જેવા પ્રોજેક્ટ પર બેસીને તમને જાતે પ્લેન ટેક ઓફ, લેન્ડથી લઈને હવાઈ સફરની મજા માણી શકો છે.
 
13 નંબરનો ડોમ જ ગાયબ થઇ ગયો
 
વિશાળ ગ્લોબલ ટ્રેડ શોમાં એક વાત ઉડીને આખે વળગી  હતી  અ્ને તે હતી કે 12 પછીનો 13 નંબરનો ડોમ જ ગાયબ હતો. કારણ કે અંધશ્રધ્ધા કહો કે ઉપરી આદેશ 13 નંબરના ડોમને 12-એ નંબર અપાયો હતો. ત્યા કામ કરી રહેલા કર્મચારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે,’ છેલ્લી ઘડી સુધી 13 નંબરનો ડોમ હતો પરંતુ ખબર નહીં ઉદ્દઘાટનના આગલા દિવસે જ રાતોરાતો તેનો નંબર બદલવાનું કહેવાયું હતું. વાઇબ્રન્ટ મહોત્સવ કે જ્યાં 21મી સદીના આધુનિક પ્રદર્શનને પણ જાણે 13નો આંકડો નડ્યો હોય તેમ આ ડોમ ચર્ચાનો મુદ્દો બની ગયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: VVIP Delegates have Presented in Vibrant Gujarat Summit 2017
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended