Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» There Are No Parking Place In Gandhinagar Sachivalai

સચિવાયલમાં જગ્યા વિશાળ પણ 'પાર્કિગ' નહીં મળેઃમેદાનમાં ક્યાંય છાંયો નથી

Bhaskar News, Gandhinagar | Apr 22, 2017, 00:47 AM IST

  • ખુલ્લામાં વાહન પાર્કિંગ,તડકે સેકાતા વાહનો
ગાંધીનગરઃ નવા સચિવાલયમાં પાર્કિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છતાં સમસ્યાઓ ઉકેલાઈ નથી. જેના વાહન સૌથી વધુ સંખ્યામાં છે તેવા વર્ગ 3 અને 4ના કર્મચારીઓના દ્વિચક્રી વાહનોના પાર્કિંગની કોઇ સારી વ્યવસ્થા કરવામાં આવતી નથી. માત્ર ઉચ્ચ અધિકારીઓ કે, જેઓની ગાડી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હોય છે તેના માટે જ ભોંયરામાં અને શેડના છાયડાંમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે હજ્જારો કર્મચારીઓના ટુ-વ્હીલર્સ તડકે સેકાતા રહેતા હોવાથી તથા તેની સલામતી નહીં હોવાથી રોષ જાગ્યો છે.

સચિવાલયમાં વર્ષો સુધી વાહન પાર્કિંગની કોઇ સમસ્યા ન હતી. પરંતુ છેલ્લા વર્ષો દરમિયાન સુરક્ષાના કારણોસર વાહન પાર્કિંગ સચિવાલયના બ્લોકસથી 100 મીટર દૂર ખસેડી દેવાનો કાયદો અમલી બનાવાયો છે. તમામ બ્લોકના ભોંયતળીયે વાહન પાર્કિંગ માટે ભોયરા બનાવવામાં આવ્યા છે તેમાં સાયકલ, મોટર સાયકલ, સ્કુટર અને ગાડીઓ પાર્ક થતાં હતાં. પરંતુ માત્ર ટુ-વ્હીલર્સ માટે આ સુવિધા ઝુટવી લેવામાં આવી છે.

આગળ વાંચો, ભોંયરામાં પાર્કિંગ બંધ કરી દેતા પરેશાન
 
(તસવીર - કલ્પેશ ભટ્ટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: there are no parking place in gandhinagar sachivalai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended