Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» The Risk Of The Country's Monetary Policy Due To Interest Relief Said Urjit Patel

નોટબંધી ઇફેક્ટ!: RBI ગવર્નર ઉર્જિત પટેલને સરકારે મીડિયાથી દૂર રાખ્યા

Bhaskar News, Gandhingar | Jan 12, 2017, 01:59 AM IST

  • ઊર્જિત પટેલ ફાઇલ
ગાંધીનગર:આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ બુધવારે ગિફ્ટ સિટી પરના એક વિષય પર વક્તવ્ય આપવા અાવ્યા હતા, પરંતુ હાલમાં આરબીઆઇની કમિટી તરફથી ઉર્જિત પટેલને નોટબંધીના મામલે જે સવાલો પુછાયા છે તે જોતાં પટેલને સરકારે મીડિયાથી દૂર રાખ્યા હતા. પટેલ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે મીડિયાકર્મીઓ મેઇન ગેટ પર તેમની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ પટેલને અન્ય રસ્તેથી બહાર કાઢીને મહાત્મા મંદિર લઈ જવાયા. તેમનો પીછો કરતું મીડિયા ત્યાં પહોંચ્યું પરંતુ મીડિયાની આશા અહીં પણ ઠગારી નીવડી હતી. સરકારી તંત્રે ઉર્જિત પટેલને હોલના પાછળના રસ્તેથી ઝડપભેર કાઢીને સીધા જ કારમાં બેસાડી દીધા હતા.
 
સરકારની નીતિના કારણે દેશની નાણાં અને ધિરાણ નીતિ સામે જોખમ
 
RBIના ગવર્નર ઉર્જિત પટેલે વાઈબ્રન્ટ સમિટમાં બુધવારે વ્યાજમાં રાહત અને સબસીડી આપવાની સરકારની નીતિના કારણે દેશની નાણાં અને ધિરાણ નીતિ સામે જોખમ ઊભાં થઈ શકે છે તેમ જણાવ્યું હતું. ડિસેમ્બરના અંતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ 4 ટકા સુધી વ્યાજ સબસીડી આપવાની વડાપ્રધાને જાહેરાત કરી હતી. ઉર્જિતે ગિફ્ટ સિટીમાં એક સેમિનારમાં આ વાત કહી હતી.
 
વિશ્વના અર્થતંત્ર માટે આવી રહેલા સૌથી મોટાં બે પરિવર્તન
 
‘બિઝનેસ પોટેન્શીયલ ઓફ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસીસ સેન્ટર્સ ઇન ઇન્ડિયા-ગિફ્ટ સિટી’ વિષય પર સેમિનારમાં તેમણે જણાવ્યું કે બદલતા વિશ્વમાં આર્થિક ફલક પર ભારત માટે સ્થાનિક નીતિઓ જ એક માત્ર બચાવનો માર્ગ છે. તેમણે અમેરિકાનો દાખલો આપતાં જણાવ્યું કે, અમેરિકામાં હળવા ધિરાણની નીતિનો અંત અને ચીન દ્વારા નિકાસના બદલે સ્થાનિક માંગ પર મૂકવામાં આવી રહેલો ભાર વિશ્વના અર્થતંત્ર માટે આવી રહેલા સૌથી મોટાં બે પરિવર્તન છે.
 
આર્થિક સુધારા લાવવા આવશ્યક
 
તેમણે ભારતના વધી રહેલા દેવા અંગે જણાવ્યું કે, બદલાતા વિશ્વમાં ભારત માટે આ સ્થિતિ સ્વીકાર્ય નથી. ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લીધા વિના દેવું કરવું પણ ઉચિત નથી. ઉર્જિત પટેલે સૂચવ્યું કે, ભારત માટે માળખાકીય સગવડોમાં રોકાણ કરીને ક્રૂડ ઓઇલ આયાત ઘટે તેવી પરિવહન વ્યવસ્થા ઊભી કરવી, રેલવેમાં રોકાણ કરવાનું અને વધારે આર્થિક સુધારા લાવવા આવશ્યક છે. પટેલે ગિફ્ટ સિટી માટે કરરાહતો નહીં પરંતુ કાયદાકીય સુધારા જરૂરી હોવાનો મત પ્રગટ કર્યો હતો.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો જીએસટી અને નોટબંધીથી ભારતના જીડીપી દરમાં ખાસ્સો વધારો થશે....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The risk of the country's monetary policy due to Interest Relief said Urjit Patel
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended