Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Shankersinh Vaghela Answers CM Vijay Rupani

‘કોંગ્રેસની બે બેઠકો હોય તો ઊભા રહેવાની તાકાત નથી’: શંકરસિંહ વાઘેલા

Bhaskar News, Gandhinagar | Mar 15, 2017, 06:23 AM IST

  • ‘કોંગ્રેસની બે બેઠકો હોય તો ઊભા રહેવાની તાકાત નથી’: શંકરસિંહ વાઘેલા,  gandhinagar news in gujarati
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં મંગળવારે ઉત્તર પ્રદેશના પરિણામ સંદર્ભમાં વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ટકોર કરી હતી કે લોકસભામાં ભાજપની બે જ બેઠકો હતી, લોકશાહી છે, હાર-જીત થાય, તેને પચાવવાની કોશિષ કરો.આ વિધાન પછી શંકરસિંહ વાઘેલાને જવાબ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે લોકશાહીમાં અપ-ડાઉન થાય, ભાજપની બે સીટ હતી તો પણ ઊભા રહેવાની તાકાત હતી, કોંગ્રેસની બે થશે તો ઊભા રહેવાની તાકાત નહીં હોય.
 
શંકરસિંહે તેમની ટકોરના અંતમાં કહ્યું કે અમે તો જ્યાં અભિનંદન આપવાના હતા ત્યાં આપી દીધા છે. બહુમતી આવે ને જાય, એટલા બધા ઉત્સાહમાં આવી જવાય નહીં. શંકરસિંહે ટકોર પૂરી કરતા મુખ્યમંત્રી બોલે તે પહેલા જ વચ્ચે અધ્યક્ષ રમણલાલ વોરાએ વાઘેલાને ભૂતકાળ યાદ અપાવતા કહ્યું કે ‘બાપુ,રાજ્યસભાના ભાજપના પહેલા સાંસદ હતા.’ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલ વખતે જનતાદળ અને ભાજપની સંયુક્ત સરકાર હતી. આ સમયે વાઘેલા ભાજપમાંથી રાજ્યસભાના સાંસદ પ્રથમ વખત ચૂંટાયા હતા.
 
અધ્યક્ષની ટકોર સાથે જ સૌ હસી પડ્યા હતા. આ પછી મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે યુપીની જીતથી કાર્યકરો ઉત્સાહમાં છે, થોડું આપ પણ પચાવતા શીખો. ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું  કે પાંચ રાજ્યોમાં પરિણામ સત્તામાં  જે પાર્ટી હતી તેની વિરુદ્ધમાં છે, સત્તાધારી પાર્ટી હારી ગઇ છે. પાંચ રાજ્યોમાં પરિવર્તન આવ્યું છે અને છઠ્ઠું રાજ્ય ગુજરાત હશે. હિસ્ટ્રી એવી હશે કે સીએમ(મુખ્યમંત્રી)નું નામ વિજય હશે પણ પરાજિત થશે. તેમની આવી ટકોર સાથે જ ભાજપના સભ્યો ફાટી આંખે જોઇ રહ્યા ,પણ નીતિન પટેલથી રહેવાયું નહીં અને તેઓ તરત જ બોલી ઊઠ્યા કે બાપુને ગણવાનું રાખો. કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહે પણ યુપી અને ગુજરાતની સરખામણી ન હોય, પંજાબ અને ગુજરાતની સરખામણી કરાય. તેમણે બંને રાજ્યોની ખાસિયત વર્ણવીને પંજાબનું પરિવર્તન  ગુજરાતમાં થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shankersinh vaghela Answers CM vijay Rupani
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended