Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Rwanda Government MOU With Forensic Science University In Vibrant

ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિ.નું રવાન્ડા સરકાર સાથે MOU

Bhaskar News, Gandhinagar | Jan 11, 2017, 01:27 AM IST

  • ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિ.નું રવાન્ડા સરકાર સાથે MOU,  gandhinagar news in gujarati
ગાંધીનગર:ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સીંક સાયન્સ યુનિવર્સીટી(જીએફએસયુ) તથા આફ્રિકન દેશ રવાન્ડા સરકાર વચ્ચે વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એમઓયુ કરવામાં આવ્યુ છે. એમઓયુ અંતર્ગત જીએફએસયુ રવાન્ડા સરકારને તેની ફોરેન્સીક લેબોરેટરીનાં આધુનીકીકરણમાં તથા સ્ટાફને તાલીમ આપવામાં મદદ કરશે.
 
ગુજરાત સરકાર વતી એમ એસ ડાગુર તથા રવાન્ડા સરકારનાં હાઇ કમીશ્નર અર્નેસ્ટ ર્વામુચીયો વચ્ચે એમઓયુની આપલે કરવામાં આવી હતી. રવાન્ડા સરકાર જરૂરી સેવા માટે જીએફએસયુને તમામ ફી ચુકવશે. ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીનાં રજીસ્ટ્રાર સી ડી જાડેજાનાં જણાવ્યાનુંસાર વડાપ્રધા નરેન્દ્ર મોદી અને રવાન્ડાનાં પ્રસીડેન્ટ મી. પોલ કમાગેની ઉપસ્થિતીમાં વાબ્રઇન્ટ સમિટ અંતર્ગત આ એમઓયુ કરવામાં આવ્યુ છે. આ એમઓયુ અંતર્ગત જીએફએસયુ રવાન્ડા સરકારને તેમની હાલની કિગાલી ખાતેની ફોરેન્સીંક સાયન્સ લેબોરેટરી સહિત તમામ ફોરેન્સીક સર્વીસીસને અધતન તથા સુદ્રઢ બનાવવામાં મદદ કરશે.
 
તદુપરાંત રવાન્ડાનાં ફોરેન્સીક નિષ્ણાંતો, પોલીસ અધિકારીઓ તથા જજોને ગુના સંશોધનમાં ઉપયોગ લેવાતી ટેકનોલોજી અને પ્રશિક્ષણ વિશેની વિસ્તૃત તાલીમ પણ આપશે. રવાન્ડાનાં વિદ્યાર્થીઓને તથા પોલીસ અધિકારીઓને ગાંધીનગર ખાતેનાં કેમ્પસમાં ચાલી રહેલા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપી તાલીમ આપશે. કન્સલ્ટન્સી પુરી પાડવા બદલ રવાન્ડા સરકાર તમામ જરૂરી ફી ચુકવશે. આ એમઓયુ ગુજરાત સરકાર તથા યુનિ. માટે
મહત્વનાં છે.
 
 
જીએફએસયુ દ્વારા કુલ 6 એમઓયુ કરાયા
 
ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિ દ્વારા વર્તમાન વાઇબ્રન્ટ સમિટમાં 6 એમઓયુ કરાયા છે. જેમાં રવાન્ડા સરકાર સાથે ફોરેસીંગ કન્સલ્ટન્સીનું, કેનેડાનાં કાઇનેટ્રીક્સ ઇન્ટરનેશનલ સાથે થરમલ પાવર સ્ટેશનનાં ઇક્વીમેન્ટની ટેસ્ટીંગ માટેની સુવિધા ઉભી કરવા, કેનેડાની અલ્ટ્રા ઇલેક્ટ્રોનીક ફોરેન્સીક ટેકનોલોજી સાથે બેલેસ્ટીક ક્ષેત્રમાં તાલીમ અને સંશોધન માટે, પુણે ક્વીક હીલ એકેડમી સાથે સાયબર સિક્યુરીટી ક્ષેત્રમાં તાલીમ, સંશોધન અને અભ્યાસમાં સહભાગી થવા, બેગ્લોરની ઇકોગ્નીટો ફોરેન્સીક ફાઉન્ડેશન સાથે ફોરેન્સીંક સર્વીસનાં વિકાસ માટે તથા દિલ્હીની કેપીટલ નોવ્સ સાથે ઇલેકટ્રોનીક્સ ડીસ્કવરી તેમજ સાયબર સિક્યોરીટીનાં ક્ષેત્રમાં સયુક્ત રીસર્ચ માટે એમઓયુ કરાયા છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rwanda Government MOU with Forensic Science University In Vibrant
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext