Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» PM Modi Held Meeting With Foreign Delegates In Vibrant Summit 2017

મોદીની 'કરોડપતિ ક્લબ' સાથે બેઠક: ટોચના 50 CEO સાથે PMએ લીધું ડિનર

Bhaskar News, Gandhinagar | Jan 11, 2017, 02:38 AM IST

  • વાયબ્રન્ટમાં મોદી સાથે દેશ-વિદેશના મહેમાનો
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ-વિદેશના ટોચના 50 સીઇઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સમાં મેક ઇન ઇન્ડિયાથી લઈને ડિમોનીટાઇઝેશન અને ડિજીટલ ઇન્ડિયા અભિયાન સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. બાદમાં મહાત્મા મંદિરના ટેરેસ પર ડિનર લીધું હતું.
 
ગુજરાત વૈશ્વિક વ્યાપારનું ફરી વાર હબ બન્યું
 
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન સમારોહમાં યુનાઇટેડ સ્ટેટ્સ, પોલૅન્ડ, કેન્યા, પોર્ટુગલ સહિતના દેશોના વડા પ્રધાન, નાયબ વડા પ્રધાન, પ્રતિનિધિ મંડળો, ઉદ્યોગપતિઓએ વિશેષ હાજરી આપી હતી. એ સાથે જ ગુજરાત અને ભારતના ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, રતન તાતા, ગૌતમ અદાણી, પંકજ પટેલ, સુધીર મહેતા, અનિલ અંબાણી, મોટાં ઉદ્યોગગૃહોનાં સીઈઓ પણ હાજર રહ્યા હતા. વડા પ્રધાને દેશ-વિદેશના વડા પ્રધાનો અને ઉદ્યોગપતિઓને ગુજરાત અને ભારતમાં રોકાણની વિપુલ તકો વિશે ફરી એક વાર માહિતગાર કર્યા હતા. આમંત્રિત મહેમાનોએ પણ વડા પ્રધાન અને વાઇબ્રન્ટ સમિટની ફળશ્રૂતિ અંગે પ્રશંસા કરતાં પ્રવચનો આપ્યાં હતાં. કેટલાક દેશોએ સમિટના પહેલા દિવસે સમજૂતી કરારો પણ કર્યા હતા. મોદીએ તમામ મહેમાનો સાથે ગ્રુપ ફોટો પડાવી પળને યાદગાર બનાવી હતી.
 
આગળની સ્લાઇડસ્ પર ક્લિક કરો અને વાંચો ગરવી ગુજરાત સાથે મોદીએ તાલ મિલાવ્યો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM modi Held Meeting with Foreign Delegates in Vibrant Summit 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended