Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Opposition Leader Ready To Give Sex Cd Of Bjp Leader To Dycm

BJP નેતાઓની સેક્સ સીડી નીતિન પટેલને મોકલીશઃ શંકરસિંહ વાધેલા

Bhaskar News, Gandhinagar | Feb 17, 2017, 08:38 AM IST

  • વિપક્ષે કરી કોંફરન્સ
ગાંધીનગરઃનાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નલિયા સેક્સકાંડમાં સંડોવાયેલા ભાજપના નેતાઓની સીડી જાહેર કરવાનો પડકાર કોંગ્રેસ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને ફેંકયો હતો. આ પડકારનો વળતો જવાબ આપતા શંકરસિંહે ગુરુવારે કોંગ્રેસે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં એવો ઘટસ્ફોટ કર્યો હતો કે ભાજપના નેતાઓની સીડીનો અમારા દ્વારા કરાયેલો આક્ષેપ સાચો છે અને તેની સાબિતી આપવા માટે હું નીતિન પટેલને ફોન કરીનેે ભાજપના નેતાઓની સેકસ સીડી મોકલીશ.

પણ, શરતએ રહેશે કે તેમણે સીડી જાહેર કરવાની નહીં. સીડી જાહેર કેમ ન કરવી તેવા પ્રશ્નનો જવાબ આપતા વાઘેલો કહ્યું હતું કે હું કોઇની વ્યકિતગત ચારિત્ર્યની બાબતોને રાજકીય મુદ્દો બનાવતો નથી, ચારિત્ર્ય હનન કરવાના મતનો નથી.  ભૂતકાળમાં તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અમે મદદ કરી હતી. તેઓ લોકસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ તેમનો પરણિત અને અપરિણિતનો મુદ્દો ચગ્યો હતો, પણ અમે આવું નિમ્નસ્તરીય રાજકારણ રમતા નથી.
 
કેટલા નેતાઓની સીડી છે?

કેટલા નેતાઓની સીડી તમારી પાસે છે તેવા પુછાયેલા પ્રશ્નના જવાબમાં વાઘેલાએ કહ્યું હતું કે મારી પાસે ભાજપના નેતા સંજય જોષીની સીડી પણ છે. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નલીયકાંડમાં હાઇકોર્ટના સીટીંગ જજના નિરીક્ષણમાં કરવાની માગણી કરી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે તટસ્થ તપાસ થાય તો તેનો રેલો ગાંધીનગર અને છેક દિલ્હી સુધી આવે તેમ જણાય છે. તેમણે જણાવ્યું કે, નલીયાકાંડ મુદ્દે તા. 18મી ફેબ્રુઆરીએ નલીયાથી યાત્રા નીકળશે. આ યાત્રા તા. 18મીએ નલીયાથી ભુજથી આદિપુરથી ગાંધીધામથી ભચાઉથી સામખીયાળીથી માળીયાથી  મોરબીમાં રાત્રે જાહેરસભામાં ફેરવાશે.
 
આગળ વાંચો, વિધાનસભાનો ઘેરાવો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: opposition leader ready to give sex cd of bjp leader to dycm
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended