Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Nobel Prize Winner Scientist Address Conference In Vibrant Gujarat Summit 2017

વાઈબ્રન્ટમાં નોબેલ વિજેતા વૈજ્ઞાનિકોએ જ્ઞાનનો ખજાનો વહેંચ્યો, સંશોધન મુદ્દે થઇ ચર્ચા

Bhaskar News, Gandhinagar | Jan 11, 2017, 01:48 AM IST

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના પ્રથમ દિવસે ઉદ‌્ઘાટન સત્ર પહેલા સવારે નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકોએ ભારતમાં વિજ્ઞાનના શિક્ષણ, સંશોધન ઉપરાંત દવાઓ અને અન્ન સુરક્ષા જેવી સમસ્યાઓના સમાધાન વિશે એમના વિચારો નોબેલ ડાયલોગ સિરિઝના ભાગરૂપે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રજૂ કર્યા અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી.
 
ભવિષ્ય ક્લાસરૂમમાં નહીં, લેબોરેટરીમાં છેે: રેન્ડી શૅકમેન

હું ભારતની શિક્ષણ વ્યવસ્થાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે એક ભારતીય સંશોધકે લખેલું પુસ્તક વાંચ્યા પછી કહું છું કે, એક સમયે ભારતની આઈઆઈટી જેવી ઉચ્ચ સંસ્થાઓમાં પણ શિક્ષણ ક્લાસરૂમ અને યાદશક્તિની પરિક્ષા પદ્ધતિથી આપવામાં આવે છે. આઈઆઈટી જેવી સંસ્થાઓ પણ અંડરગ્રેજ્યુએટ કક્ષાએ વિદ્યાર્થીઓને લેબોરેટરીમાં નાના પ્રોજેક્ટ પર રિસર્ચ કરતા શિખવતા નથી. મારા મતે ભવિષ્ય ક્લાસરૂમમાં નથી લેબોરેટરીઝમાં છે.
 
સંશોધન હું યુનિવર્સિટીમાં મારા શિક્ષણકાર્ય સાથે કરું છું
 
આ પ્રકારનું વાતાવરણ જ્યારે દેશની ઉચ્ચ કક્ષાની સંસ્થાઓમાં હોય ત્યારે વિજ્ઞાનના વિકાસની પ્રગતિ અવરોધાય છે. હું અમેરિકામાં બે સંસ્થાઓ સાથે જોડાયેલો છું. મારા સંશોધનનો ખર્ચ જે લેબોરેટરી સાથે હું જોડાયેલો છું, તે આપે છે. પરંતુ આ સંશોધન હું યુનિવર્સિટીમાં મારા શિક્ષણકાર્ય સાથે કરું છું. આ રીતે સરકારી સંસ્થાઓ ઉપરાંત ખાનગી રિસર્ચ સંસ્થાઓને પણ યુનિવર્સિટીઝની સાથે જોડવાના પ્રયાસો જરૂરી છે. વળી ભારતમાં ગુણવત્તાયુક્ત સંશોધકો અહીં આવવા નથી ઇચ્છતા તેની પાછળનું કારણ અહીં સંશોધકોને મળતા ઓછા પગાર છે. જેમાં વધારો થવો જરૂરી છે.
 
આગળની સ્લાઇડસ્ પર ક્લિક કરો અને વાંચો પ્રકૃતિ આપણાથી વધુ હોશિયાર છે, વિજ્ઞાન ઈલાજ છે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nobel Prize winner Scientist Address Conference in Vibrant Gujarat Summit 2017
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended