Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Ministers Old Car To Be In Auction And Sold After Long Times

કેશુબાપાની કારની કિંમત 28 હજાર,મંત્રીઓ અને સંત્રની 69 કારની ઓનલાઇન હરાજી

Bhaskar News,Gandhinagar | May 06, 2017, 19:46 PM IST

  • ઓનલાઇન હરાજી થશે,પેર કરી દેવાશે
ગાંધીનગરઃરાજ્ય સરકારના મુખ્યમંત્રી, મંત્રી અને સનદી અધિકારીઓને સરકાર દ્વારા  વાહનોની સુવિધા પુરી પાડવામાં આવે છે.જો કે સરકાર બદલાય કે મંત્રી મદલાય ત્યારે આવી કારોની કાઢી નાખવાની પરંપરા  છે. આવી  કાઢી નાંખેલી  અને જુની થઇ ગયેલી કારની હરાજીનો ગુજરાત ટ્રાન્સપોર્ટ સર્વિસ (જીટીએસ) દ્વારા ઇનોવા, એમ્બેસેડર સહિતની 69 કારની હરાજીનો તખ્તો તૈયાર કરાયો છે. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની ફેવરીટ કારની પણ હરાજી કરાશે. આ કાર માત્ર 28 હજારમા વેચાણમાં મુકવામાં આવી છે. હરાજી આગામી 27મીએ ઓનલાઇન કરવામા આવશે.

દેશમાં મંત્રીઓ માટે પહેલા એમ્બેસેડર કારની બોલબાલા હતી. તમામ મંત્રીઓ અને સનદી અધિકારીઓ એમ્બેસેડર કારમા ફરતા હતા. જ્યારે આ કારની ગણતરી પણ લગ્ઝુરીયસ કાર તરીકે કરવામાં આવતી હતી. પરંતુ સમય જતા કારની ડીમાંન્ડ ઓછી થવા લાગતા સેડન કારનો જમાનો આવ્યો હતો. રાજ્યમાં ભાજપના પહેલા મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ (બાપા)એ પોતાના માટે ફોર્ડ આઇકોન કાર ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો અને સરકારમાંથી ફોર્ડ આઇકોન કાર ખરીદી હતી અને તેમાં જ ફરતા હતા.

બાપાની ઉંચાઇના પ્રમાણમાં કાર ખરિદી હતી
બાપાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યુ ત્યાં સુધી વર્ષ 1998 મોડલની જીજે 18 જી 9941 નંબરની કાર પસંદ કરી હતી. સુત્રોએ જણાવ્યુ કે બાપાની ઉંચાઇ ઓછી હોવાથી અને બેસવામાં અને ઉતરવામાં સરળતા હોવાથી આ કારને પસંદ કરી હતી. જ્યાં સુધી સીએમનુ પદ સંભાળ્યુ ત્યાં સુધી આ કારનો ઉપયોગ કર્યો હતો. કારમાં મ્યુઝીક સિસ્ટમ અને પાવર સ્ટેરીંગ અને એસી સહિતની સુવિધા હતી.  આ કાર જુની થતા બપાની કાર સહિત 69 કારની હરાજી કરવામાં આવનાર છે. ત્યારે કેશુબાપાની આ કારની કિંમત માત્ર રૂ. 28 હજાર રાખવામાં આવી છે.
 
આગળ વાંચો, કારની કિંમત રૂ. 28 હજાર, પરંતુ 1 લાખમાં ખરીદવી પડશે
 
(તસવીરઃ કલ્પેશ ભટ્ટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ministers old car to be in auction and sold after long times
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended