Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Mahatma Mandir To Be Trasform In Village For African Development Meet

આફ્રિકન ડેવ.બેન્ક મીટ માટે મહાત્મા મંદિરની ભાતીગળ કલ્ચરથી સજાવટ

Bhaskar News, Gandhinagar | May 19, 2017, 00:00 AM IST

  • ગામઠી સ્કિમ તૈયાર કરવામાં આવી
ગાંધીનગર: ગાંધીનગરમાં મહાત્મા મંદિરે તા 22મી મેથી 25મી મે દરમિયાન યોજાનાર આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની એન્યુઅલ મીટિંગ 2017નાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા આફ્રિકન દેશોનાં રાષ્ટ્રપતિઓ હાજર રહેનાર છે. આ કાર્યક્રમને લઇને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મહાત્મા મંદિર પરીસરને ગુજરાત ભાતીગળ સંસ્કૃતિનાં થીમ પર સજાવવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત તથા આફ્રિકાનાં જનજીવનને જોડતા આકર્ષણો પણ લગાવવામાં આવી રહ્યા છે.

વિશ્વનાં નકશામાં આફ્રિકા કુદરતી સંપદાથી ભરપુર અને સાદું જીવન જીવતા લોકોથી અલગ તરી આવે છે. ત્યાંથી સાદું જીવન, આદિવાસીઓનાં કાચા મકાનો, વન્ય પ્રાણીઓ જેવી બાબતો ગુજરાતનાં ગીરનાં સિહો તથા વન્યજીવન, કચ્છનાં કાટી માટીનાં ભુંગા તથા લોકોનું સાદુ જીવન બંનેને નજીક લાવે છે. ત્યારે મહાત્મા મંદિરે યોજાનાર આ મહત્વનાં કાર્યક્રમમાં આફ્રિકન દેશોનાં રાષ્ટ્રપતિઓ, ડેલિગેસન્સ તથા અન્ય વીવીઆઇપી હાજર રહેનાર છે.

આગળ વાંચો, ગામઠી થીમના ટેબ્લો તૈયાર કરાયા
 

(તસવીર - કલ્પેશ ભટ્ટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mahatma mandir to be trasform in village for african development meet
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended