Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Kharna Village Family Who Stay In US Donate Five Vigha Land To Boriya Mahadev

અમેરિકા રહેતા ખરણાના પરિવારે પાંચ વીઘા જમીન બોરીયા મહાદેવમાં દાન કરી

Bhaskar News, Mansa | Sep 17, 2016, 16:03 PM IST

માણસા :શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર આ ઉક્તિને સાર્થક કરતી ઘટના માણસા પંથકમાં જોવા મળી છે. તાલુકાના ખરણા ગામના વતની અને વર્ષોથી પરિવાર સાથે અમેરીકામાં સ્થાયી થયેલા પરિવારના મોભીને તેમના પિતાએ વર્ષો પહેલાં આપણી જમીન દેવકાર્ય માટે સર્જાયેલી છે અને આ જમીનને કોઈ સારા મહંતને સેવાકીય પ્રવૃતિઓ માટે યોગ્ય સમયે દાનમાં અર્પણ કરવી તેમ કહ્યું હતું. આ વાતનું તેઓને સ્વપ્ન આવતાં તેમણે આ અંગે ગોઝારીયામાં રહેતા તેમના મિત્રને સ્વપ્નની હકીકત કહી હતી અને યોગ્ય મહંતની ઓળખ કરતાં ઐતિહાસિક મહત્વ ધરાવતા આજોલના બોરીયા મહાદેવના મહંત પાસે જઈને આ જમીન દાનમાં આપી હતી.

પિતાએ વર્ષો પહેલાં જમીન દેવકાર્ય કે સેવાકાર્યમાં આપવાનું કહેતા પુત્રએ જમીન આપી દીધી

માણસા તાલુકાના ખરણા ગામના કાન્તીલાલ પટેલનો પરિવાર વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયેલ છે. વર્ષો પહેલા કાન્તીલાલે તેમના પુત્ર પંકજભાઈને આપણી જગ્યા દેવકાર્યમાં અને સારા સેવા કાર્યો માટે વિનામુલ્યે અર્પણ કરવાની છે. તેવુ કહેલુ સમય જતા પંકજભાઈ આ વાતને વિસરી ગયા હતા. પરતું થોડા સમય અગાઉ તેઓને નિંદરમાં સ્વપ્ન આવેલું કે તમારા પિતાએ કહેલી જમીનને કોઈ મહંતને દેવકાર્ય અને સેવાકાર્ય માટે અર્પણ કરવાનો સમય આવી ગયો છે. ત્યારે તેઓની પિતાની વાત યાદ આવી ગઈ હતી.

સવારે તેમણે ગોજારીયામાં રહેતા તેમના મિત્ર દશરથભાઈને સ્વપ્ન અંગેની હકીકત જણાવી હતી અને આ જમીન અર્પણ કરવા માટે યોગ્ય મહંતની શોધ કરવા જણાવ્યું હતુ.  પંથકમાં ફરતા-ફરતા તેમને આજોલ-લોદરા રોડ પર આવેલા અને ઐતિહાસિક અને  હજોરો શ્રધ્ધાળુઓના આસ્થાનું પ્રતીક એવા બોરીયા મહાદેવના મહંતને મળ્યા બાદ સઘળી હકીકત જણાવી હતી અને મહંતે આ જગ્યાને લોકસેવા માટે ધમધમતી થશે તેવી વાત કરી હતી. જે મુજબ તેમણે તેમના મિત્રને આ બાબતની બધી વાત જણાવતા પંકજભાઈ અમેરીકાથી અહિંયા આવી ગયા હતા.

અને બે દિવસ અગાઉ બોરીયા મહાદેવના પંચદશનામ જુના અખાડા ચૌદ મઢીના મહંત નાગેશ્વરગીરીને ખરણા ખરણા બોરૃ હાઈવે પર આવેલી જગ્યા પર લઈ જઈ અને ત્યા તેમના હસ્તે યજ્ઞકાર્ય સંપન્ન કરી એક અખંડ ધુણો ધખાવ્યો હતો અને મહંતે આ જગ્યાને તેઓ જાગૃત કરી ત્યાં ગૌશાળા, અન્નક્ષેત્ર, ગરીબ અંપગ અને અશક્તોની સેવા જેવા કાર્યો કરવાનો તેમનો વિચાર વ્યક્ત કર્યો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Kharna village family who stay in US donate five vigha land to boriya mahadev
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext