Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Human Carcass Detected From Canal Near Gandhinagar

ગાંધીનગરમાંથી મળ્યું માનવ કંકાલ, આપઘાત કે હત્યાનું ઘૂંટાતું રહસ્ય

Bhaskar News, Gandhinagar | May 19, 2017, 01:13 AM IST

  • ઓળખ મેળવવા કોઇ નિશાન રહી ન હોવાથી ડીએનએનાં નમુના લેવામાં આવ્યાં
ગાંધીનગર:ગાંધીનગરની દક્ષિણેથી પસાર થતી દંતાલી કેનાલ પાસેથી પુરૂષનું હાડપીંજર મળી આવતા ચકચાર મચી જવા પામી છે. યુવાનની ઓળખ મેળવવા ડીએનએનાં નમુનાં પણ લેવાની ફરજ પડી છે.
બુધવારે સાંજે દંતાલી પાસે કેનાલમાં હાજપીંજર જોવા મળતા સરપંચે પોલીસને જાણ કરતા જમાદાર મુળજીભાઇ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને મૃતદેહ બહાર કઢાવ્યો હતો. જો કે માથાની માત્ર ખોપરી અને શરીરનાં ભાગે અંદર થોડા માંસ સાથે માત્ર હાંડકા જ રહ્યા હતા. પરંતુ શરીરે ટી શર્ટ તથા જીન્સનાં પેન્ટ અને પગમાં પહેરેલા સ્પોર્ટસ શૂઝનાં કારણે પુરૂષ હોવાની ઓળખ થતી હતી.

પોલીસનાં જણાવ્યાનુંસાર બુટ પહેર્યાની જગ્યાએ ચામડી બચી છે. સફેદ કલરનાં સ્પોર્ટ શૂઝમાં પોપટીયા કલરની વાદળી છે. હાલ અકસ્માતે મોતની નોંધ કરીને પોલીસ ગાંધીનગર સિવિલમાં તબીબ પેનલથી પોસ્ટ મોર્ટમ કરાવ્યુ હતુ. સાથે સાથે યુવાનની ઓળખ મેળવવા અન્ય કોઇ નિશાન રહી ન હોવાથી ડીએનએનાં નમુના પણ લેવામાં આવ્યા છે. પીએસઆઇ પી આર મેટલીયા દ્વારા આ દિશામાં વધી તપાસ હાથ ધરવામાં આવી છે.
 
આગળ વાંચો, આપઘાત કે હત્યા વચ્ચે ઘૂંટાતું રહસ્ય
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: human carcass detected from canal near gandhinagar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended