Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Gujarati Super Market Owner Man Shot Dead In The Georgia, USA

અમેરીકન યુવકે સ્ટોરમાં લૂંટ ચલાવી ગુજરાતીને ચાર ગોળી મારી કરી હત્યા

Dharmesh Joshi, Kalol | Aug 10, 2016, 17:18 PM IST

  • પત્ની સીમા પટેલ અને પતિ નરેન્દ્ર પટેલ
કલોલ:અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવાનની કરપીણ હત્યાનો બનાવ બન્યો છે. જ્યોર્જીયામાં સુપર માર્કેટ ચલાવતા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામના યુવાન ઉપર લૂંટારૂએ આડેધડ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સુપર માર્કેટમાં એકાએક ધસી આવેલા લૂંટારૂએ પ્રથમ લૂંટ ચલાવી હતી અને ભાગતી વખતે 4 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેમાં ગંભીર ઇજા થવાથી 33 વર્ષના નરેન્દ્રભાઇ મોતને ભેટ્યા હતાં.
14 વર્ષ પહેલા અમેરિકા ગયા હતા નરેન્દ્રભાઇ
 
પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ શહેરના રૂષિ આર્કેડમાં રહેતા અને મૂળ નારદીપુર ગામના ભાવસારવાસના રહીશ જયંતીભાઇ છનાલાલ પટેલનો સૌથી મોટો પુત્ર નરેન્દ્ર (ઉ.વ.33) આજથી 14 વર્ષ પહેલા અમેરિકા ગયો હતો. તેના લગ્ન સીમા નામની યુવતી સાથે થયા હતા. દરમિયાન અમેરિકામાં પુત્ર સનત (ઉ.વ.7) અને  પુત્રી ધ્યાના (ઉ.વ.5) નો જન્મ થયો હતો.  ત્યાં નરેન્દ્રએ પોતાની માલિકીનો સુપર માર્કેટ સ્ટોર શરૂ કર્યો હતો. પતિ-પત્ની બન્ને સ્ટોરનું સંચાલન કરતા હતાં. સ્ટોર વ્યવસ્થિત ચાલતો હોવાથી સુખી સંપન્ન પરિવાર મોજથી જીંદગી જીવી રહ્યો હતો. ત્યાં 9મી ઓગષ્ટનો દિવસ પરિવાર માટે ગોજારો પુરવાર થયો હતો.
 
નરેન્દ્રભાઇ ઉપર ચાર રાઉન્ડ ફાયર કર્યા
 
તા.9મીને મંગળવારે સાંજે 4-30 વાગ્યે (ભારતીય સમય મુજબ બુધવારે સવારે 2-30 વાગ્યે) નરેન્દ્રભાઇ સ્ટોરમાં હાજર હતાં ત્યારે એક શખ્સ ધસી આવ્યો હતો અને સ્ટોરમાં લૂટ ચલાવી હતી અને ભાગતી વખતે નરેન્દ્રભાઇ ઉપર ચાર રાઉન્ડ ફાયર કર્યા હતાં. પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ વાગતાં ગંભીર ઇજાઓ થતાં નરેન્દ્રભાઇ ઢળી પડ્યા હતાં અને તેમનું મોત નિપજ્યુ હતુ. ગણતરીના સમયમાં મોતના સમાચાર નરેન્દ્રભાઇના પરિવારને મળતા પત્ની અને બે બાળકોને ભારે આઘાત લાગ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી જ્યોર્જીયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
 
અમેરિકન તંત્ર ઉપર પાટીદારોએ રોષની લાગણી વ્યક્ત કરી
 
અમેરિકામાં રહેતા યુવાન પુત્રનું અકાળે મોત થયુ હોવાના સમાચાર મળતા જ યુવાનના પિતા જયંતીભાઇ પટેલ અને માતા લીલાબેન પટેલ બુધવાર રાત્રે નવ વાગે અમેરિકા જવા માટે રવાના થઇ ગયાં હતાં.આ ઘટનાથી તાલુકાના પાટીદારો મોટી સંખ્યામાં જ્યંતીભાઇના ઘરે ઉમટી પડ્યા હતાં અને તેમને સાંત્વના આપી અમેરિકા મોકલવા માટેના પ્રયાસો આદર્યા હતાં. આ ઘટનાથી અમેરિકન તંત્ર ઉપર પાટીદારોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચોઃ  યુવાનના માતા-પિતા અમેરિકા જવા રવાના, કલોલના રૂષિ આર્કેડમાં સંબંધીઓ ઉમટ્યાં.. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati Super Market Owner Man shot dead in the Georgia, USA
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext