Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Group Of Young Boy Get Award For Their Running

ખુલ્લા પગે દોડનારા શહેરના 4 યુવકોને ‘ધ લોર્ડ ઓફ ધ રીંગ રોડ’ એવોર્ડ

Bhaskar News, Gandhinagar | Apr 11, 2017, 23:43 PM IST

  • ખુલ્લા પગે દોડનારા શહેરના 4  યુવકોને ‘ધ લોર્ડ ઓફ ધ રીંગ રોડ’ એવોર્ડ,  gandhinagar news in gujarati
ગાંધીનગરઃદર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં ઇન્ટરનેશનલ બેરફુટ રનિંગ ડે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી બેર ફુટ રનિંગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગાંધીનગરના 4 દોડવીર યુવાનોએ ભાગ લીધો હતો. ચારે યુવાનોએ 12 કલાકમાં 76 કિલોમીટરનું અંતર ખુલ્લા પગે દોડ લગાવીને પૂર્ણ કર્યું હતું. આ અંગે દોડવીર દિલીપ શર્માએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ડિ કે કોલોનીથી રિંગ રોડ સુધી 76 કિલોમીટરની દોડ યોજાઇ હતી.

13 કલાકની દોડ સાંજે 7 વાગે શરૂ થઇ હતી. જેમાં ગાંધીનગરના રમેશબાબુ ગટ્ટુ, વિરલ પટેલ અને દેવાંગ ચંદ્રાત્રેનો સમાવેશ થાય છે. અમે ચારે બાર કલાકથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરી હતી. દોડનું ફ્રીમાં આયોજન કરાયું હતું.આ તમામ યુવાનોએ  દોડ નિયત સમયમાં પૂર્ણ કરતાં ‘ધ લોર્ડ ઓફ ધ રીંગ રોડ’ એવોર્ડથી ચારેનું સન્માન કરાયું હતું. ગાંધીનગરના રનર્સ ગ્રુપે ચારે યુવાનોને અભિનંદન પાઠવ્યા હતાં.શહેરના આ યુવાનોએ માત્ર 12 કલાકમાં 76 કિલોમીટરની દોડ પુરી કરીને શહેરનંુ નામ રોશન કર્યુ છે. આ યુવાનોની સિદ્ધિથી શહેરના રર્નસ ગ્રુપે આ તમામ યુવાનોને આવકારી સન્માન કરાયુુ હતુ.  
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: group of young boy get award for their running
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended