Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Dehgam Taluka Panchayat Follow Up Story About Joining Bjp

દહેગામઃતાલુકા પંચાયત તોડવા ના.મુખ્યમંત્રીની 1 કરોડની ઓફરઃકોંગ્રેસ

Bhaskar News, Gandhinagar | Apr 22, 2017, 00:30 AM IST

  • હું કોંગ્રેસમાં જ રહેવાનો છુ.
ગાંધીનગર : દહેગામ તાલુકા પંચાયતમાં  કોંગ્રેસનુ શાસન ચાલી રહ્યુ છે. ત્યારે ગુરૂવારે  પ્રમુખ સહિત અન્ય બે સભ્યો ભાજપમાં જોડાઇ  જતા ભડકો થયો હતો. ત્યારે આ બાબતે  શુક્રવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં 3 સભ્યો  પૈકી એક સભ્યને કોંગ્રેસ પરત લાવવામાં સફળ રહી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભીએ કહ્યુ કે ભાજપની સરકાર તડજોડની રાજનીતિ કરી રહી છે. પ્રમુખના પતિને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક કરોડની ઓફર કરી હતી અને 10 લાખ ટોકન આપવાની પણ વાત કરતા સભ્યો બહેકી ગયા હતા. પરંતુ આ તમામ સભ્યો કોંગ્રેસમાં જ છે. બાકીના બે સભ્યો પણ આગામી દિવસોમાં આવી જશે.     
 
જિલ્લા પ્રમુખ સુર્યસિંહે કહ્યુ કે દહેગામ તાલુકા પંચાયત પ્રમુખ આશાબા ઝાલા, સદસ્ય રમેશ પટેલ અને નાજીમુદ્દીન કાઝી વિકાસના કામ કરવાવવા માટે કરોલીના સદસ્ય જાગૃતિબેન પટેલ કમલમ કાર્યાલયમાં લઇને ગયા હતા. ત્યારે માત્ર કામોની રજૂઆત કરવાની જ વાત કરાઇ હતી. ભાજપની વર્ષો જુની પરંપરા રહી છે. જ્યારે બે દિવસ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પ્રમુખના પતિ સાથે ફોન ઉપર વાત કરીને 1 કરોડ આપવાની લાલચ આપી હતી. કોંગ્રેસના સભ્યોને ભાજપમાં ભેળવવાની. જિલ્લામાં ભાજપનુ કાંઇ ઉપજતુ નથી એટલે તડજોડની રાજનીતિ કરી રહી છે.

ભાજપે મને લોભ, લાલચ આપી પદની ઓફર કરી હતી
જિલ્લા કાર્યાલયે હાજર રહેલા પીંપળજના બેઠકના સદસ્ય રમેશ પટેલે કહ્યુ કે ગુરૂવારે મને કરોલીના સદસ્ય જાગૃતિ પટેલે કહ્યુ કે આપણે વિકાસ કામોને લઇને કમલમ કાર્યાલયે જવાનુ છે, સાથે પ્રમુખ અને પૂર્વ કારોબારી ચેરમેન પણ સાથે છે. ત્યારે હુ પણ સાથે ગયો હતો. ત્યારે કમલમમાં જુદો જ માહોલ હતો. મને ભાજપમાં સામેલ થવા લોભ લાલચ આપવામાં આવી હતી. જેમાં મને કારોબારી ચેરમેન બનાવવાની વાત કરી હતી. આ જ પ્રકારની ઓફર અન્ય સભ્યોને પણ કરવામાં આવતા હુ આ મામલામાંથી બહાર નિકળી ગયો હતો અને હવે હું કોંગ્રેસમાં જ રહેવાનો છુ. પક્ષની નીતિ સાથે વળગી રહીને લોકોના કામ કરીશ.
-રમેશ પટેલ, સદસ્ય
 
આગળ વાંચો, વધુ વિગતો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: dehgam taluka panchayat follow up story about joining bjp
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended