Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Couple Get Baby Child Via Aayurvedic Treatment At Gandhinagar

આઠ વર્ષ સુધી સારવાર છતાં સંતાન નહીં, અંતે આયુર્વેદએ આપ્યું પરિણામ

Bhaskar News, Gandhinagar | May 18, 2017, 00:21 AM IST

  • આયુર્વેદ દવાની શરૂઆત કરી. બે જ માસમાં સફળતા મળી
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગુજરાત મુખ્યમંત્રીનાં કાર્યકાળથી જ રાજયમાં આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિને પ્રોત્સાહન અપાયું હતું. જેના પરિણામ સ્વરૂપ કામગીરી સુધરતા લોકોનો આયુર્વેદ તરફ વિશ્વાસ વધી રહ્યો છે. ત્યારે ગાંધીનગરનાં જ રહેવાસી બે દંપતીને લગ્ન બાદ સંતાન પ્રાપ્તિમાં વિઘ્ન આવતા વર્ષો સુધી નામી તબીબો પાસે સારવાર લીધી હતી. પરંતુ કોઇ પરીણામ ન મળ્યા બાદ સરકારી આયુર્વેદીક દવાખાનામાં સારવાર લીધા બાદ સંતાન સુખ પ્રાપ્ત થતા પોતાની ખુશી અને સરકારી તંત્રની સરાહનીય કામગીરી વ્યક્ત કરી હતી.
 
સેકટર 7 સ્થિત સરકારી આયુર્વેદિક દવાખાનાં ડો. મમતાબેન દેસાઇનો આભાર માનવા આવેલા સેકટર 4નાં રહેવાસી રવિન્દ્રકુમાર કિર્તીભાઇ નાઇ તથા હેમંતકુમાર બાબુભાઇ નાઇએ જણાવ્યું હતું કે 10 વર્ષ પૂર્વે મનિષાબેન સાથે લગ્ન થયા બાદ સંતાન પ્રાપ્તી ન થતા શહેર ગાયનેક તબીબોની સારવાર 8 વર્ષ સુધી કરાવતા રહ્યાં હતાં. છતાં સફળતા ન મળતા આયુર્વેદ દવાખાને આવ્યા બાદ ડો મમતાબેન દેસાઇ દ્વારા સમજણ તથા માર્ગદર્શને તેમને આયુર્વેદ પર વિશ્વાસ ઉભો કર્યો અને આયુર્વેદ દવાની શરૂઆત કરી. બે જ માસમાં સફળતા મળી. આજે હેમંતભાઇનાં ઘરે 5 વર્ષની પુત્રી છે.
 
આગળ વાંચો, એલોપેથીથી નિદાન ન થતા આયુર્વેદિકની રાહ પર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: couple get baby child via aayurvedic treatment at gandhinagar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended