Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Conflict Story On IT Cell Central And State Points

નોટબંધી સાથે ગુજરાત બીજેપીનો આઇટી સેલ‘આઉટ’, કોંગ્રેસ પાસે ઉછાળવા અનેક મુદ્દા

Jagmal Solanki, Gandhinagar | Mar 06, 2017, 23:59 PM IST

  • નોટબંધી સાથે ગુજરાત બીજેપીનો આઇટી સેલ‘આઉટ’
ગાંધીનગરઃગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી તથા લોકસભાની ચુંટણીમાં ગુજરાત ભાજપ આઇટી સેલ દ્વારા સોશીયલ મિડીયા યુઝરોમાં બીજેપીનો પ્રભાવ જમાવવા જોરદાર પ્રચાર-પ્રસાર કર્યો હતો. પરંતુ ગુજરાતમાં વિધાનસભાની નજીક આવી રહેલી ચુંટણી વચ્ચે કોઇ અગમ્યકારણોસર બીજેપી આઇટી સેલ નવેમ્બરથી સુશુપ્ત અવસ્થામાં સરી ગયુ છે. જયારે ગુજરાત કોંગ્રેસનું આઇટી સેલ કેન્દ્ર તથા રાજય સરકારને એક-એક મુદ્દે ઉઘાડુ પાડીને જનમત મેળવી રહ્યુ છે.

ત્યારે રાજકીયનગરી ગણાતા ગાંધીનગરમાં આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા બાદ ચૂંટણી પ્રચાર તથા સરકારીની સિદ્ધીઓને વર્ણવવા માટે ગુજરાત આઇટી સેલની ભુમિકા મહત્વની રહી હતી. પરંતુ નરેન્દ્ર મોદી દિલ્હી ગયા બાદ આઇટી સેલને મહત્વ ન મળ્યુ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. ફેસબુકનાં ગુજરાત આઇટી સેલ પર નવેમ્બરનાં નોટબંધીનાં દિવસો બાદ એક પણ પોસ્ટ મુકવામાં આવી નથી.

જયારે ગુજરાત કોંગ્રેસ આઇટી સેલ એક એક મુદ્દે ગુજરાત તથા કેન્દ્ર સરકારને ચોટદાર મુદ્દાઓ સાથે ઘેરી રહ્યુ છે અને લાઇકર્સ સતત વધી રહ્યા છે. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પુર્વેની કોગ્રેસ આઇટી સેલની આ સક્રીયતા મહત્વનું હથીયાર બની છે. જયારે બીજી તરફ બીજેપી આઇટી સેલ પાસે કોઇ મુદ્દા ન હોય તેમ ખુણામાં બેસી ગયુ છે. બીજેપી પાસે વિકાસનો મુદ્દો હતો તે પણ ગુજરાતનાં નાગરીકો સમક્ષ રાખવામાં બુઠ્ઠો થઇ ગયો તેવુ ખુદ ભાજપે સ્વીકારી લીધુ છે.
આગળ વાંચો, વધુ વિગતો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: conflict story on IT cell central and state points
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended