Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Computer And Laptop From Call Center To Be Verified By FSL

કોલ સેન્ટરના જપ્ત 5 લેપટોપ 32 કમ્પ્યુટર FSLમાં મોકલાયા:કોલ રેકોર્ડની તપાસ શરૂ

Bhaskar News, Gandhinagar | Apr 22, 2017, 00:09 AM IST

  • કોલ સેન્ટરના જપ્ત 5 લેપટોપ 32 કમ્પ્યુટર FSLમાં મોકલાયા:કોલ રેકોર્ડની તપાસ શરૂ,  gandhinagar news in gujarati
ગાંધીનગરઃ પાટનગરનાં કોમર્શીયલ વિસ્તાર ઇન્ફોસીટી ટાવર 2માંથી બુધવારની રાત્રે કોલીંગ સેન્ટર પકડાવાની ઘટનામાં ગાંધીનગર આર આર સેલ દ્વારા ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. યુએસનાં નાગરીકોને બેન્ક અધિકારીનાં નામે કોલ કરીને છેતરપીંડી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યા બાદ અન્ય દેશોનાં નાગરીકો પણ ભોગ બન્યા હોવાની શકયતા છે. ત્યારે કોલ સેન્ટરમાંથી જપ્ત કરાયેલા મોબાઇલ, લેપટોપ્સ તથા કોમ્પ્યુટર એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર આર આર સેલનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર કોલ સેન્ટર પકડયા બાદ કેટલા પૈસા પડાવ્યા, કોણ કોણ ભોગ બન્યુ તે દિશામાં સંપુર્ણ તપાસ મહેનત માંગી લે તેવી છે. આ દિશામાં વધુ તપાસ માટે જપ્ત કરાયેલા કોમ્પ્યુટર્સ તથા લેપટોપ્સ સહિતની ઇલેકટ્રોનીક્સ સામગ્રી મહત્વની છે. કેટલા સમયથી ચાલતુ હતુ, કેટલા લોકોને કોલ થયા તથા કયાં કયા દેશમાં કોલ થયા તે ટેકનીકલ તપાસ સમય માંગી લે તેવી છે.

કોલિંગ રેકોર્ડની તપાસ કરવામાં આવશે
ત્યારે પ્રાથમિક તપાસ કર્યા સાથે જપ્ત કરાયેલા 5 લેપટોપ્સ તથા 32 કોમ્યુટર્સ એફએસએલમાં ટેકનીકલ બાબતોની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જયાં તમામ રેકોર્ડ તપાસની સાથે સાથે કોલીંગ રેકોર્ડ તપાસવામાં આવશે. તેમાં જે વિગતો સામે આવશે તેનાં આધારે વધારે તપાસ કરવામાં આવશે. આ રેકેટનો ભોગ યુએનનાં નાગરીકો તો બન્યા છે. પરંતુ અન્ય દેશોનાં લોકોને પણ છેતર્યા હોવાની શકયતા છે. ત્યારે એફએસએલ રીપોર્ટમાં અન્ય દેશોનાં કોલીંગ મળશે તો જે તે દેશની સુરક્ષા એજન્સીઓને આ બાબતે જાણ કરવામાં આવશે.

બીજી તરફ ગાંધીનગર આર આર સેલે દરોડો પાડીને ટાવરમાંથી 19 શખ્સોને ઝડપી લેધા હતા.
આ તમામની પૂછપરછ હાથ ધરીને કેટલા સમયથી આ કોલસેન્ટર ચલાવાતુ હતુ તેમજ જે વ્યકિતને શીશામાં ઉતારવામાં આવ્યા હતા તેમની વિગતોનો જૂનો ડેટા શોધવા માટે આઇટી નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: computer and laptop from call center to be verified by FSL
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended