Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Chinese Company Will Invest 2500 Crore In Sanad, To Make Tyre Plant

સાણંદમાં ચીની કંપની ટાયર બનાવવા રૂ. 2500 કરોડનો પ્લાન્ટ નાખશે

Bhaskar News, Gandhinagar | Jan 11, 2017, 07:52 AM IST

ગાંધીનગર:રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ સમિટના પહેલા દિવસે દસ જેટલા ડેલિગેશન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં નીચે પ્રમાણેના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેશન કરાર થયા હતા.ચીની ત્સાઇ જેન લો કંપની સાણંદમાં 106 એકરમાં રૂ. 2500 કરોડના રોકાણ સાથે સ્થાપશે.
 
- ટાયર ઉત્પાદનમાં વિશ્વમાં નવમું સ્થાન ધરાવતા ચીની ત્સાઇ જેન લો કંપની ભારતમાં તેનો પ્રથમ પ્લાન્ટ સાણંદમાં 106 એકરમાં રૂ. 2500 કરોડના રોકાણ સાથે સ્થાપશે, જ્યાં બે હજાર લોકોને રોજગાર મળશે.
- વિશ્વની ત્રીજા નંબરની ફાયબર ગ્લાસ બનાવતી ચાઇનાની તાઇશાન કંપની તેનો વિદેશમાં પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે અને રૂ. 1700 કરોડનું રોકાણ કરશે.
- સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના સૌથી મોટા સિંગશાન-સનરાઇઝ ગ્રુપ સાથે જોડાણ કરીને મુંદ્રામાં 800 મિલિયન ડોલરનું રોકાણ કરશે. જેના પરિણામે આઠ હજાર લોકોને રોજગારી મળશે.
- મારૂતિ સુઝુકી મહેસાણામાં જાપાન-ઇન્ડિયન ઇન્સ્ટીયુટ ઓફ મેન્યુફેક્ચરિંગ નામની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ સ્થાપાશે. ઓગસ્ટ 2017થી પ્રથમ બેંચને પ્રવેશ અપાશે
- જાપાનની કંપનીએ જીઆઇડીસીમાં પ્લગ એન્ડ પ્લે પાર્ક વિકસાવવા માટેના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેશન કર્યા હતા.
- ઔદ્યોગિક ગંદા પાણીને શુધ્ધ કરવા માટેના ફ્રાન્સના રોકેટ ગ્રુપ દ્વારા વિરમગામ નજીક રૂ. 19.30 કરોડના ખર્ચે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેનશન કરાર કર્યા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Chinese Company Will Invest 2500 Crore in Sanad, to Make Tyre Plant
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext