Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» Bharatsinh Solanki Refuse The Claim Given By Bjp

આક્ષેપબાજી: નીતિન પટેલને આવવું હોય તો કોંગ્રેસમાં ભલે આવે: સોલંકી

Bhaskar News, Gandhinagar | May 18, 2017, 01:09 AM IST

  • વાઘેલા ક્યાંય જવાના નથી. નીતિન પટેલને કોંગ્રેસમાં આવવું હોય તો સ્વાગત (ફાઇલ તસવીર)
ગાંધીનગર:શંકરસિંહ વાઘેલા અને કેટલાક ધારાસભ્યો ભાજપમાં જવાના છે તેવી અટકળો પર વિરામ લગાવવા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહે સ્પષ્ટતા કરી છે કે વાઘેલા ક્યાંય જવાના નથી. નીતિન પટેલને કોંગ્રેસમાં આવવું હોય તો સ્વાગત છે.
 
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને અન્ય ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાના છે તેવી વાતો વહેતી થતા જ આવી વાતો આગામી વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જનાર ભાજપ દ્વારા જ ફેલાવવામાં આવે છે તેવો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો હતો. દરમિયાનમાં તમામ પક્ષના બનેલા પૂર્વ સાંસદોના ડેલિગેશનમાં શંકરસિંહ વાઘેલા એક સપ્તાહ સુુધી ચીનના પ્રવાસે ગયા છે.

શું કહ્યું ભરતસિંહ સોલંકીએ?
 
ભરતસિંહે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવે છે તેવી અફવાઓ ભાજપ ફેલાવે છે. શંકરસિંહ વાઘેલા છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસમાં છે અને રહેવાના છે, કોંગ્રેસના એકપણ ધારાસભ્ય પણ ભાજપમાં જવાના નથી. તેમણે કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલા સાથે મંગળવારે જ મારે મુલાકાત થઇ હતી અને આગામી વ્યૂહરચના વિશે અમે ચર્ચા કરી હતી. તેમણે એવો દાવો  કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જવાના નથી, પણ ભાજપના નેતા કોંગ્રેસમાં આવવાના છે. તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સંબોધીને કહ્યું હતું કે તેમને કોંગ્રેસમાં આવવું હોય તો આવી શકે છે.
 
આગળ વાંચો, સાબરકાંઠા-અરવલ્લી કોંગ્રેસમાં ભારેલો અગ્નિ
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bharatsinh solanki refuse the claim given by bjp
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended