Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» 1 Thousabd Kilo Gram Laddu Have Been Made For Dogs

ગાંધીનગર: કૂતરાઓ માટે મિજબાની, 1 હજાર કિલોના લાડૂ બનાવવામાં આવ્યા

Bhaskar News, Gandhinagar | Jan 11, 2017, 01:22 AM IST

ગાંધીનગર:ઉત્તરાયણના તહેવારમાં દાન-પુણ્યનું પ્રાપ્ત કરવા માટે નાગરિકો પશુ અને કુતરા માટે લાડુ બનાવવામાં આવે છે. અબોલા શ્વાનને લાડુનું જમણ પીરસવા માટે શહેર અને ગ્રામિણ વિસ્તારોમાં લાડુ બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે પાટીદાર સમાજના લોકો દ્વારા શ્વાન માટે 1 હજાર કિલોના લાડુનું જમણ બનાવવામાં આવ્યું છે. મોટામાઢ રામજી મંદિરની વાડીમાં મકરસંક્રાંતિ નિમિત્તે ઉપરોક્ત આયોજન કરાયું છે.
 
ગામના સેવાભાવી નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે ઉત્તરાયણના પર્વ પહેલા ગ્રામજનો દ્વારા શ્વાન માટે લાડુ બનાવવામાં આવે છે. આ વર્ષે મોટામાઢ રામજી મંદિરની વાડીમાં મકરસંક્રાંતિને લઇને 1 હજાર કિલોના લાડુનું જમણ બનાવાયું છે. જે લાડુને ગામના જુદા જુદા વિસ્તારોમાં જઇને શ્વાને ખવડાવાયા હતાં. આ લાડુ પુરૂષો અને મહિલાઓએ સાથે મળીને બનાવ્યાં હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 1 Thousabd Kilo Gram Laddu have been made for dogs
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended