Home »Madhya Gujarat »Latest News »Gandhinagar» 6 Thousand Cr 6 TP Planning Granted For Dholera SIR Under Urban Development

ધોલેરા ‘સર’ માટે 6 હજાર કરોડ છ ટીપી આયોજનને મંજુરી

Bhaskar News, Gandhinagar | Jan 14, 2015, 00:06 AM IST

(પ્રતિકાત્મક તસવીર)
 
- રાજ્યએ ઈક્વીટી સ્વરૂપે 3 હજાર કરોડ આપ્યા
- 2013ના વાયબ્રન્ટ સમિટમાં શહેરી વિકાસ માટેના MOU બીજા ક્રમે હતાં, પ્રથમ ક્રમે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર હતું

ગાંધીનગર :દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર (ડીએમઆઈસી) ના વિસ્તારમાં સૌથી મહત્વના ડેસ્ટીનેશન તરીકે ડેવલપ થઈ રહેલા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન(સર)ની કામગીરી હવે પૂરજોશથી શરૂ થઈ શકે તે માટે ગુજરાત અને કેન્દ્ર સરકારના સંયુક્ત પગલાંરૂપે એક સ્પેશિયલ પર્પઝ વેહિકલ(એસપીવી)ની રચના કરવામાં આવી છે અને ડીએમઆઈસીડીસી દ્વારા ધોલેરા સર માટે રૂ. 3,000 કરોડના ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. તેની સામે ગુજરાત સરકારે આટલી જ રકમનું ઈક્વીટી ફંડ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2015ના છેલ્લા દિવસે રાજ્યના નાણાં મંત્રી સૌરભ પટેલે આ અંગે વિશેષ માહિતી આપતાં કહ્યું હતું કે, ધોલેરા સર માટે રૂ. 6 હજાર કરોડની નાણાકીય સવલત ઉપલબ્ધ બનતા ડીએમઆઈસી કોરિડોર પર 900 ચોરસ કિલોમીટરના નોટિફાઈડ એરિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી" rel="નરેન્દ્ર મોદી" target="_blank">નરેન્દ્ર મોદીએ સેવેલા સ્વપ્નના ધોલેરાને ડેવલપ કરવાની કામગીરી ટૂંક સમયમાં જ કાર્યાન્વિત થઈ જશે.

તેમણે વધુ માહિતી આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે ધોલેરા સર વિસ્તારમાં છ ટાઉન પ્લાનિંગ સ્કીમને તાજેતરમાં જ મંજુરી આપી છે જેમાંથી બેમાં કામકાજ પણ શરૂ કરી દેવાયું છે. ડીએમઆઈસી ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જે રૂ. 3 હજાર કરોડનું ભંડોળ આવશે તેનો ઉપયોગ આ પ્રોજેક્ટની પાયાગત માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં વપરાશે. અને રાજ્ય સરકાર આ માટે જરૂરી તમામ જમીન ફાળવશે. આ ઉપરાંત, જે સ્પેશિયલ પર્પઝ વેહિકલ રચવામાં આવ્યું છે તેના મારફતે પણ ઈક્વીટી ફંડ જનરેટ કરવામાં આવશે. સરકારે અત્યાર સુધીમાં 70 હજાર એકર જમીન રિજીયોનલ ટેવલપમેન્ટ ઓથોરીટીને ટ્રાન્સફર પણ કરી છે.

એરબસ અને બોઈંગ પણ આવી શકે છે

એક વખત કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષણ ક્ષેત્રે દેશમાં ઉત્પાદનની ચોક્કસ નીતિ જાહેર કરવામાં આવે તે પછી ધોલેરામાં એરબસ અને બોઈંગ પણ પોતાના મેઈનટેનન્સ પ્લાન્ટ તૈયાર કરવા આવી શકે તેમ હોવાનું સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.

પર્યાવરણ મંજુરી પણ મળી ગઈ છે

ધોલેરા સરને કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે પણ તાજેતરમાં મજુરી આપી દેતાં ધોરેલા સરના પ્રોજેક્ટને મોટું બળ મળ્યું છે. અલબત્ત, હજુ સુધી કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન(સીઆરઝેડ)નું ક્લીયરન્સ મેળવવાનું બાકી છે.

આગળ વાંચો વાયબ્રન્ટમાં શહેરી વિકાસ માટેના મૂડીરોકાણનો ધોધ વહ્યો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 thousand Cr 6 TP planning granted for dholera SIR under Urban Development
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended