Home »Madhya Gujarat »Latest News »Dahod» Two Municipal Corporation Employee Dead Due To Suffocation At Zalod

ઝાલોદ: મધરાતે સેફ્ટી વગર ભુર્ગભ ગટરમાં ઉતર્યા, બે કર્મચારીઓના મોત

Bhaskar News, Zalod | Apr 20, 2017, 04:47 AM IST

  • ભૂગર્ભ ગટરની ઊંડી કુંડીમાં ગૂંગળામણથી મોત થયા
ઝાલોદ: ઝાલોદ નગરમાં છેલ્લા બે વર્ષ ઉપરાંત થી 45 કરોડના ખર્ચે જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર યોજનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મંગળવારની મધ્યરાત્રી દરમિયાન ભૂગર્ભ ગટરની કુંડીમાં લાઈન તપાસ કરવા માટે ઉતરેલા ગરબાડા તાલુકાનો કારીગર ભાભોર નરેશ ખીમાભાઇ ફસાઇ જતા તેને બચાવવા કુંડીમાં પડેલા ખેડા જિલ્લાના પથાવત ગામના સુપરવાઈઝર ઝાલા રાજેશ ભારતસિંહનું ગટરના ગેસની ગુંગળામણથી મોત નિપજતા ભારે ખળભળાટ મચી ગયો હતો.  આ ઘટના બનતા લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
 
સેફ્ટી વગર જ કામગીરી હાથ ધરવામાં ઘટના ઘટી
 
મધ્યરાત્રી દરમિયાન લાઈટ વિના અને કોઇ પણ પ્રકારની સેફ્ટી વગર જ કામગીરી હાથ ધરવામાં આવતા આ ઘટના ઘટતા સરકારી દવાખાને ખાતે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો . નગરમાં છેલ્લા બે વર્ષથી કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી આડેધડ અને ડાઇવર્ઝનના બોર્ડ વિના કરવામાં આવતી હોવાથી થોડા દિવસ પહેલા પણ ગાય ગટરના ઊંડા ખાડામાં ખાબકી હતી. જેને ભારે જહેમત બાદ બચાવાઈ હતી.  ભૂગર્ભ ગટર કામગીરી ગોકળગતિએ તથા ગમે તે સમયે કરવામાં આવતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે બાંસવાડા હાઇવે પર ધૂન હોસ્પિલ પાસેની ગટરની કુંડીમાં કારીગર અને સુપરવાઈઝરનું મોત થતા આ બનાવથી ગભરાટ ફેલાઇ ગયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી રાત્રી દરમિયાન પણ ચાલુ રખાતા તપાસનો વિષય બન્યો છે. ઘટનામાં પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને કાયદેસરના કાગળો કર્યા છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો રાજેશની પત્નીને સુવાવડના અંતિમ દિવસો ચાલે છે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two municipal corporation employee dead due to Suffocation at Zalod
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended