Home »Madhya Gujarat »Latest News »Dahod» Dahod Trader Missing Case: Mohandas Balwani Found Dead From Kheria Village

દાહોદ: ગુમ થયેલા વેપારીની મળી લાશ, દલાલીના 8 લાખ માટે થઇ હત્યા

Bhaskar News, Dahod | Apr 22, 2017, 08:33 AM IST

  • દાહોદના વેપારીની હત્યામાં સંડોવાયેલા દીલીપ દેવળ
દાહોદ:દાહોદ શહેરમાંથી 12મીના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ઝુલેલાલ સોસાયટીના વેપારી મોહનદાસ બાલવાનીનો મૃતદેહ ખેરિયા ગામે રસ્તો બનાવવા માટે ખોદેલા ખાડામાંથી દાટેલો મળી આવ્યો હતો. એસ.પી મનોજ નિનામાના માર્ગદર્શનમાં DySp એમ.આર ગુપ્તાની સીધી દેખરેખ હેઠળ PSI આર.બી કટારાએ તપાસ શરૂ કરી હતી. પડકારજનક કેસમાં LCB PSI એમ.આર પરમાર, તાલુકા PSI એન.કે દેસાઇ સહિતની ટીમ જોતરાઇ હતી.
 
હત્યા કોણે અને કેમ કરી તેનો સુરાગ નથી
 
હત્યા કોણે અને કેમ કરી તેવો એક પણ સુરાગ આરોપીઓએ છોડ્યો ન હતો. કેટલાંક લોકોના ઇન્ટ્રોગેશન  અને વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગથી આ હત્યામાં શહેર નજીક આવેલા ખરેડી ગામના રહેવાસી દીલીપ ભાવસિંહ દેવળની સંડોવણી હોવાનું પ્રસ્થાપિત થતાં તેની ગુરુવારની સાંજે ધરપકડ કરાઇ હતી. પુછપરછમાં તેની સાથે ગડોઇ ગામનો મૂળ વતની અને હાલ પરેલમાં રહેતો સોનુ ઉર્ફે અશ્વિન બામણિયા નામક યુવક હોવાનું જણાવ્યું હતું.
 
મફલર વડે ગળુ ભીંચીને હત્યા કરી
 
દીલીપ મોહનદાસ પાસે દલાલીના આઠ લાખ રૂપિયા માંગતો હતો ત્યારે આ રૂપિયા વસુલવા માટે મોહનદાસનું અપહરણ કરવાનો તેમણે પ્લાન ઘડ્યો હતો. અપહણ કરવા સ્કોડા ગાડીમાં બેસાડ્યા બાદ રૂપિયા મુદ્દે બોલાચાલી દરમિયાન સોનુએ મફલર વડે ગળુ ભીંચીને મોહનદાસની હત્યા કરી હતી. ત્યાર બાદ રાતના સમયે મોહનદાસનો મૃતદેહ ખેરિયા ગામે દાટીને તેઓ બિન્ધાસ્ત થઇ ગયા હતાં. દીલીપની ધરપકડ કરીને તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા છે જ્યારે સોનુની મોડી સાંજ સુધી ધરપકડ થઇ શકી ન હતી.
 
બંને હત્યારાઓ મૃતદેહ સ્કોડા કારમાં લઇને ફર્યા હતાં આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: dahod trader missing case: Mohandas Balwani found dead from Kheria Village
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended