Home »Madhya Gujarat »Latest News »Dahod» Meman Society Celebrate Meman Day At Naswadi Area

નસવાડીમાં મેમણ સમાજ દવારા 'મેમણ ડે' ની ઉજવણી કરાઈ

Irfan Meman, Naswadi | Apr 12, 2017, 01:15 AM IST

નસવાડી:નસવાડીમા મેમણ ડેની ઉજવણી માટે સવારના 8 કલાકે સૌ મેમણ સમાજના લોકો સ્ટેશન પાસે ભેગા થયા હતા. ત્યાર બાદ નસવાડીના જોનલ મેમણ નદીમભાઈ રજાકભાઈની આગેવાની હેઠળ નજીકના મદ્રેશા તેમજ દવાખાનામાં જઈને બીસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  11 એપ્રિલ 1971માં વડોદરા મેમણ ફેડરેશન સ્થાપના થઇ ત્યારથી ઉદાર દીલ વાળા મેમણ સમાજના લોકો 11 એપ્રીલ મેમણ ડેની ઉજવણી કરે છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ નસવાડી ટાઉનમાં મેમણ રહે છે. 250 જેટલા પરીવાર મેમણ સમાજ ના છે 1992 થી નસવાડી મેમણ જમાત બની સૌથી પહેલા નસવાડી મેમણ જમાતના પ્રમુખ હાજી હેમદભાઈ જેરવાળા બન્યા હતા હાલ હાજી યુસુફ ભાઈ કેલાવાળા નસવાડી મેમણ જમાત ના પ્રમુખ છે નસવાડીમા મેમણ ડેને લઈ મેમણ જમાતખાને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નસવાડીના મેમણ સમાજના લોકો નવયુવાનો હાજર રહી  અને ભવ્ય ઉજવણી કરી હતી.
 

( તસવીર - ઈરફાન મેમણ -  નસવાડી )

વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: meman society celebrate meman day at Naswadi area
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended