Home »Madhya Gujarat »Latest News »Dahod» It Rs 8 Crore Black Money Arrested From Three Places In Dahod District

દાહોદ જિલ્લામાં ત્રણ સ્થળેથી રૂ.8.10 કરોડનું કાળુ નાણું ઝડપાયું

Irfan Malek, Dahod | Mar 18, 2017, 05:36 AM IST

  • આવકવેરા વિભાગે પેટ્રોલ પંપ, વેપારી અને પેઢી ખાતે ગુરુવારે સર્વે કર્યું હતું
દાહોદ:દાહોદ શહેર સહિત જિલ્લામાં છ સ્થળે આવકવેરા વિભાગે પેટ્રોલ પંપ, વેપારી અને પેઢી ખાતે ગુરુવારે સર્વે કર્યું હતું. ફતેપુરામાં ગોકુળ પ્રજાપતિને ત્યાં પણ લાંબો સમય સર્વે ચાલતાં તપાસ અંતે 1 કરોડ રૂપિયાનું કાળુ નાણું ઝડપાયું હતું.તેવી જ રીતે લીમડીના રણછોડરાય પેટ્રોલ પંપ ઉપર તપાસ દરમિયા સાત કરોડ રૂપિયાનું કાળુ નાણું સામે આવ્યું હતું.
 
10 લાખ રૂપિયાનું કાળુ નાણું સામે આવ્યું હતું
 
સુખસરના એકલવ્ય પેટ્રોલ પંપ ઉપર સર્વે દરમિયાન 10 લાખ રૂપિયાનું કાળુ નાણું સામે આવ્યું હતું.ઝાલોદ ખાતે વસંત મસાલામાં શુક્રવારની સાંજ સુધી સર્વે ચાલતો હોવાની માહિતી મળી હતી. તે સાથે ઝાલોદમાં ગોવર્ધન પેટ્રોલ પંપ ઉપર તો ગુરુવારે રાતના નવ વાગ્યે સર્વે પૂર્ણ થયો હતો. જોકે, અહીંથી કેટલું કાળુ નાણું ઝડપાયું છે તેની વિગતો સાંપડી નથી. જયારે દાહોદ શહેરના ફળ-ફળાદી માર્કેટમાં  કાશ્મીરી ફ્રુટના વેપારીને ત્યાં સર્વે દરમિયાન અધિકારીઓ ત્યાંથી તમામ કાગળો લઇ ગયા હતાં.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: It Rs 8 crore black money Arrested from three places in Dahod district
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended