Home »Madhya Gujarat »Latest News »Dahod» Gas Cylinder Blast After Fire In House At Galaliwad Of Dahod

દાહોદ: ઘરમાં આગ લાગતાં ગેસનો બાટલો ફાટ્યો, ફળિયાના લોકોમાં દોડધામ

Bhaskar News, Dahod | May 18, 2017, 01:36 AM IST

  • ગલાલિયાવાડમાં ઘરમાં આગ લાગતાં ધડાકાભેર ગેસ સિલિન્ડર ફાટ્યો હતો
દાહોદ:દાહોદ શહેર નજીક ગલાલિયાવડ ગામમાં બંને હાથે અપંગ વ્યક્તિના ઘરમાં મધ્યરાત્રે આકસ્મિક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ હતી. ઘરમાં ફેલાયેલી આગને કારણે ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં ભય ફેલાયો હતો. તેમાં કોઇને નુકસાન થયું નહતું. જોકે, ઘરમાં મુકેલી, બાઇક,ચાંદી, રોકડ સહિત તમામ સામાન બળીને ખાક થઇ ગયો હતો.

ઘરમાં આકસ્મિક આગ ફાટી નીકળી

દાહોદ શહેર નજીક આવેલા ગલાલિયાવાડ ગામમાંના સરસા તળાઇ ફળિયામાં રહેતાં પ્રકાશભાઇ શનાભાઇ મેડા બંને હાથ નથી. રાતના સમયે તેઓ ઘરને તાળુ મારીને પરિવાર સાથે આંગણામાં નિંદ્રાધિન હતાં. ત્યારે રાતના બેથી અઢી વાગ્યાના અરસામાં કોઇ કારણોસર ઘરમાં આકસ્મિક આગ ફાટી નીકળી હતી. લઘુશંકા માટે ઉઠેલા પાડોશીએ આગ લાગેલી જોઇને પ્રકાશભાઇને જગાવ્યા હતાં. આ ઘટનાથી રાત્રે ફળિયાના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. રસોડામાં ફેલાયેલી આગને કારણે પ્રેશર બનતાં ત્યાં મુકી રાખેલું ગેસનું સિલિન્ડર ધડાકાભેર ફાટ્યું હતું.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, આગની ઘટનાથી આખા ગામમાં ખળભાળાટ....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gas Cylinder Blast After Fire in House at Galaliwad of Dahod
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended