Home »Madhya Gujarat »Latest News »Dahod» Dahod In Keep 20 Minutes Stop Swaraj Express For GM WR

દાહોદ: પશ્ચિમ રેલવેના GM માટે સ્વરાજ એક્સ.20 મિનિટ રોકી રાખી

Bhaskar News, Dahod | Feb 21, 2017, 00:47 AM IST

  • 3.46 વાગ્યે : જીએમની સલુનમાં એન્ટ્રી
દાહોદ:પશ્ચિમ રેલવેના જીએમ જી.સી અગ્રવાલ સોમવારે દાહોદની મુલાકાતે આવ્યા હતાં. સવારે અવધ એક્સપ્રેસ પાછળ તેમનું સલુન જોડેલું હતું. સલુન ટ્રેનથી છુટ્ટુ પાડવા ટ્રેન 10 મીનીટ રોકી રાખી હતી. જીએમ અગ્રવાલને સ્વરાજ એક્સપ્રેસથી દિલ્હી જવાનું હોવાથી તેઓ બપોરે 3.46 વાગ્યે જ સલુનમાં ગોઠવાઇ ગયા હતાં. સ્વરાજ એક્સપ્રેસ પોતાના 3.53 વાગ્યાના નિયત સમય કરતાં ત્રણ મીનીટ 3.57 વાગ્યે પ્લેટફોર્મ પર આવી હતી. ટ્રેન આવ્યા બાદ સાઇડના ટ્રેકમાં મુકેલા જીએમના સલુનને સેન્ટીંગ માટે 3.59 વાગ્યે રવાના કરાયું હતું. આ સલુન 4.04 વાગ્યે પરત આવતાં તેને ટ્રેન સાથે જોડવામાં 4.12 વાગી ગયા હતાં. વીસ મીનીટના રોકાણ બાદ 4.16 વાગ્યે તે દિલ્હી રવાના થઇ હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dahod in keep 20 minutes stop Swaraj Express for GM WR
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended