Home »Madhya Gujarat »Latest News »Dahod» Dahod In 40 Kg Syrup And 70 Kg Decomposition Mango Was Destroyed

દાહોદમાં 40 કિલો ચાસણી, 70 કિલો સડેલી કેરીનો નાશ કરાયો

Bhaskar News, Dahod | Apr 19, 2017, 00:23 AM IST

  • દાહોદમાં 40 કિલો ચાસણી, 70 કિલો સડેલી કેરીનો નાશ કરાયો,  dahod news in gujarati
(દાહોદ શહેરમાં જ્યૂસની લારીઓ ઉપરથી ચાસણી અને વધારે પાકેલી સડેલી લાગતી કેરીઓનો નાશ કરવામાં આવ્યો હતો)
 
દાહોદ:દાહોદ શહેરમાં  તોબા પોકારાવતી ગરમીનો પ્રકોપ જારી છે. ગરમીમાં પાણીજન્ય રોગચાળા ઉપરાંત ખોરાકી ઝેરની અસરથી થતી બીમારી કયારે થાય તે કહેવું નક્કી નથી હોતું ત્યારે શહેરમાં ઠેરઠેર લાગેલા તંબુઓમાં  સસ્તા ભાવે વેચાતો કેરીનો રસ શહેરી જનો માટે ઉપયોગમાં લેવો કેટલો આરોગ્યપ્રદ તે વિશે ચર્ચાઓ ઊઠી હતી.  
 
લસ્સી અને શેરડીના રસના નમૂના લેવાયાં : જ્યૂસની દુકાનો સહિત29 સ્થળે તપાસ
 
ત્યારે આ મામલે  મંગળવારે દાહોદ નગર પાલિકાના ચી ફ ઓફીસર પી.જી રાયચંદાનીના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગના ફુડ ઇન્સપેક્ટર પી.આર નગરાલાવાલા તથા સેનેટરી ઇન્સપેક્ટર ગૌતમ ઝાડ અને એસ.આર ખપેડ સહિતની ટીમે દાહોદ શહેરની 15 જ્યૂસની દુકાનો, 10 ઠંડા પીણાની દુકાનો અને ચાર શેરડી રસઘર ઉપર તપાસ કરવામાં આવી હતી.
 
શેરડીના રસનો નમૂનો પૃથ્થકરણ માટે લેવામાં આવ્યો હતો
 
તપાસ વેળા જ્યૂસની દુકાનો ઉપરથી 40 કિલો અખાદ્ય ચાસણી મળી આવી હતી. આ સાથે વધારે પાકી ગયેલી સડવાના આરે આવેલી 70 કિલો કેરી પણ જોવા મળી હતી. આ અખાદ્ય ચાસણી અને કેરી સાથે તેમાંથી બનાવેલા જ્યૂસનો નાશ કરવામાં આવ્યો હતો. દાહોદ શહેરમાં એક ઠંડા પીણાની દુકાન ઉપરથી લસ્સી અને શેરડી રસઘર ઉપરથી શેરડીના રસનો નમૂનો પૃથ્થકરણ માટે લેવામાં આવ્યો હતો. નગર પાલિકાની આ તપાસથી રસની હાટડીઓ ચલાવતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આદિવાસી વિસ્તારમાં ઉનાળાની શરુઆત થતાં જ કેરીના રસ સહિત અન્ય જ્યુસના નામે ચાલતીહાટડીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તે જરૂરી છે. 

ઉનાળા દરમ્યાન ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે
આજે જ્યૂસની દુકાનો ઉપરથી અખાદ્ય ચાસણી અને સડેલી લાગતી કેરીનો નાશ કરાયો હતો. જ્યારે લસ્સી અને શેરડીના રસના નમૂના લેવામાં આવ્યા હતાં.આ ઝુંબેશ ઉનાળા દરમિયાન સતત ચાલુ જ રખાશે.-પીંકલ નગરાલાવાલા, ફુડ ઇન્સપેક્ટર,દા.ન.પા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dahod in 40 kg syrup and 70 kg decomposition mango was destroyed
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended