Home »Madhya Gujarat »Latest News »Dahod» Dahod Gang-Rape Case In A Statement Of The Victim Taken To Court On Sunday Opening

દાહોદ સામુહિક દુષ્કર્મ કેસ: રવિવારે કોર્ટ ખોલીને બંને પીડિતાનાં નિવેદન લેવાયાં

Irfan Malek, Dahod | Mar 20, 2017, 03:53 AM IST

  • ગાંધીનગરથી ટેલિફોન રણકતાં બંને પીડિતાઓને નિવેદન માટે જવા દેવાઇ
દાહોદ:  દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી બે કિશોરીઓનાં અપહરણ કરી સામુહિક દુષ્કર્મ ગુજારવાના બનાવમાં શનિવારે પોલીસે આ કિશોરીઓની તબિયત મામલે દવાખાનામાં લેખિત કાર્યવાહી કરી હતી. રવિવાર હોવા છતાં ખાસ કિસ્સામાં કોર્ટ ખોલીને મેજિસ્ટ્રેટે કિશોરીઓને નિવેદન માટે લાવવાનો લેખિત હુકમ આપ્યો હતો. 
 
બે બહેનો પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં મહત્ત્વની કાર્યવાહી હાથ ધરાઈ
 
દારૂના કેસમાં પોલીસમાં નામ આપી દેનાર યુવકની બે બહેનો તેમજ તેના પિતાનું  બૂટલેગર આણી મંડળીએ બારિયા તાલુકાના એક ગામમાંથી અપહરણ કર્યું હતું. જીપમાં સવાર યુવકોએ હેવાન બનતાં તેમણે બંને બહેનો ઉપર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. કુમળી વયની આ કિશોરીઓને  સારવાર માટે દાહોદના સરકારી દવાખાને દાખલ કરવામાં આવી હતી. ફરજ ઉપરના તબીબે બંને કિશોરીઓ  સ્વસ્થ હોવાનું લેખિત આપ્યું હતું. જેથી પોલીસે આ બાબતની દેવગઢ બારિયા કોર્ટને જાણ કરી હતી. બંને કિશોરીઓને દાહોદના દવાખાનેથી દેવગઢ બારિયા લઇ જવાઇ હતી. કોર્ટ ખોલીને આ બંને કિશોરીઓનું  મેજિસ્ટ્રેટ સમક્ષ 164નું નિવેદન લેવામાં આવ્યું હતું.

સવારે 10.30 વાગ્યે ખૂલેલી કોર્ટ સાંજે 7 વાગ્યે બંધ કરાઇ 
 
કિશોરીઓનું 164 મુજબ નિવેદન લેવાનું હોવાથી સવારના 10.30 વાગ્યે કોર્ટ ખોલવામાં આવી હતી. ત્યાર બાદ કિશોરીઓને  લેવા માટે પોલીસ ટીમ દાહોદ સરકારી દવાખાને આવી હતી. કિશોરીઓને દવાખાનમેડિકલ ઓફિસરે સહકાર નહીં આપતાં તેમાં સમય વ્યતીત થયો હતો.અંતે કિશોરીઓને દેવગઢ બારિયા લઇ જઇને નિવેદન લેવાયાં હતાં. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજના સાત વાગ્યે કોર્ટ બંધ કરાઇ હતી.
 
સવા કલાક સુધી નિવેદનો ચાલ્યાં 

પીડિતાઓ અને તેમના પિતાનું 164 મુજબ નિવેદન લેવા માટે ઘટનાની ગંભીરતાને સમજીને રવિવારે સવા કલાક નિવેદનો લેવાયાં હતાં. કિશોરીઓના પિતાને બોલાવવામાં આવ્યા હતા. તેમનું નિવેદન અડધો કલાક ચાલ્યું હતું. ત્યાર બાદ કિશોરીએ પણ અડધો કલાક સુધી નિવેદન આપ્યું હતું. 13 વર્ષિય કિશોરી બહુ બોલી શકી ન હોવાથી તેનું નિવેદન 15 મિનિટમાં જ પૂર્ણ થઇ ગયું હતું. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,ગાંધીનગરથી ટેલિફોન રણકતાં બંને પીડિતાઓને નિવેદન માટે જવા દેવાઇ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dahod gang-rape case in a statement of the victim taken to court on Sunday opening
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended