Home »Madhya Gujarat »Latest News »Anand» Women Protest Against Palika For Contaminated Water Problem In Anand

આણંદમાં દુષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત, મહિલાઓએ હોબાળો મચાવ્યો

Bhaskar News, Anand | Jan 10, 2017, 23:47 PM IST

આણંદ:આણંદ શહેરના ઇસ્માઇલનગર કબ્રસ્તાન પાસેની સોસાયટીઓમાં છેલ્લા બે દિવસથી દુષિત પાણી આવે છે. તેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે. આ વિસ્તારની મહિલાઓને પીવાનું ચોખ્ખું પાણી મેળવવા માટે રઝળપાટ કરવી પડે છે. જેથી રોષે ભરાયેલી મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો.

બે દિવસથી સર્જાયેલી સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત

આણંદ ઇસ્માઇલનગરમાં કબ્રસ્તાન પાસે 500થી વધુ ઘર આવેલા છે. વિસ્તારમાં પાલિકા દ્વારા જુની અને નવી પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. પરંતુ જુની લાઇનમાં કોઇ જગ્યાએ લીકેજ હોય તેમાં ગટરના ગંદા પાણી ભળી જતાં બે દિવસથી દુષિત પાણી આવે છે. જેના કારણે ભારે દુર્ગંધ મારે છે. જેથી ગૃહિણીઓને પીવાનું પાણી મેળવવા માટે ખાનગી બોરનો આસરો લેવો પડે છે. તેથી રોષે ભરાયેલ મહિલાઓએ આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરાય નહીં આવે તો પાલિકામાં હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગંદુ પાણી ઠાલવી હલ્લાબોલ મચાવીશું

આ વિસ્તારમાં રહેતી મહિલાઓએ જણાવ્યું હતું કે ‘24 કલાકમાં નગરપાલિકાતંત્ર દ્વારા પાણીની પાઇપલાઇનના લીકેજ શોધીને સમારકામ કરવામાં નહીં આવે તો નગરપાલિકામાં તમામ ગૃહિણીઓ જઇને ગંદુ પાણી ઠાલવી હલ્લાબોલ મચાવશે.’
 
આગળની સ્લાઇડમાં વાંચો, ટાંકી બનાવવાનું કામ મંજુર થયું.....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Women Protest Against Palika For Contaminated Water Problem in Anand
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext