Home »Madhya Gujarat »Latest News »Anand» Will Be Awarded Padma Shri To Composer Purushottam Upadhyaya Uttarasanda

ઉત્તરસંડાના સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયની પદ્મશ્રી એનાયત કરાશે

Bhaskar News, Anand | Feb 03, 2017, 00:12 AM IST

  • સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય
આણંદ: ‘મારો જન્મ જ સંગીત માટે થયેલો છે, ત્રણ વર્ષની વયે શરૂ કરેલી સંગીતની યાત્રા આજે 83 વર્ષની વયે અવિરત ચાલી રહી છે. દેશ વિદેશમાં 10 હજાર ઉપરાંત સંગીતના સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે, એટલું જ નહીં 40 ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.’ આ શબ્દો પદ્મશ્રી માટે નિયુક્ત થયેલા સુગમ સંગીતના સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાયના છે. મુંબઇમાં રહેતા પુરુષોત્તમ ઉપાધ્યાયનું મૂળ વતન ખેડા જિલ્લાનું ઉત્તરસંડા છે.
 
પુરુષોત્તમ ઉપાધ્યાયને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે
 
સંગીતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ પુરુષોત્તમ ઉપાધ્યાયને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. પુરુષોત્તમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘નાનપણથી સંગીતનો શોખ હોય શાળામાં રીસેશ પડે ત્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલ ઝાડ પર ચઢીને ગીત ગાતો હતો. દસ વર્ષની વયે અમદાવાદમાં ‘જીવનના દિન ચાર જગતમાં’  ગીત ગાતા જ તાળીઓના ગળગળાટ સાથે વન્સ મોરની બૂમો પડતી હતી. વર્ષ 1947માં ગામ ઉત્તરસંડા છોડીને મુંબઇ જઇ સ્થાયી થયો હતો. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,પદ્મશ્રી સન્માન મળનાર હોય ઘણો જ આનંદિત છું-પુરુષોત્તમ ઉપાધ્યાય...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Will be awarded Padma Shri to composer Purushottam Upadhyaya uttarasanda
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext