Home »Madhya Gujarat »Latest News »Anand» Virpur Five Missing Youths Custody In Malaysian Police Will Be Produced In Court In Malaysia

નડિયાદના 5 લાપતા યુવકો મલેશિયન પોલીસના કબજામાં, કોર્ટમાં રજૂ કરાશે

Bhaskar News, Virpur / sevaliya/Nadiad | Feb 25, 2017, 00:23 AM IST

  • ઈમીગ્રેશન નિયમોના ઉલ્લંઘન મુદ્દે મલેશિયામાં 5 યુવાનો ફસાયા
નડિયાદ/વિરપુર/સેવાલિયા:વિરપુરના ચાર અને ગળતેશ્વર તાલુકાના વસોના એક યુવાન મળીને પાંચેય તા.18મીના રોજ નોકરીના અર્થે મલેશિયા ગયા બાદ આ યુવાનોના માતા-પિતાને કોઈ સંદેશો નહીં મળતાં ચિંતાતુર બની ગયા હતા. આ ચિંતામાં યુવાનોના માતા-પિતાએ તથા પરિવારજનોએ ખાધા-પીધા વિના અસ્વસ્થ બની ગયા હતા. ઈમીગ્રેશનના નિયમના ઉલ્લંઘનના કારણે ઉપરોક્ત પાંચેય યુવાનોની મલેશિયા પોલીસે અટકાયત કરી હતી અને તા.27મીએ ત્યાંની કોર્ટમાં મુદ્દત છે. મુદ્દતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેની જાણ કરાશે તેમ વિદેશ મંત્રાલયના ઈ-મેઈલમાં જણાવ્યુ હતું. 
 
વાતચીત નહીં થતાં અમારા પરિવારનો જીવ અદ્ધર થઈ ગયો હતો
 
વીરપુરના ભીખાભાઈ ધોરીએ જણાવ્યુ હતું કે, મારો પુત્ર મહંમદ ઈરશાદ તથા અમારા મહોલ્લાના ઈરફાન ગુલામભાઈ ચૌહાણ, શાકીર હબીબભાઈ શેખ અને ઝાકીરભાઈ હુસેનભાઈ ધોરી તથા ગળતેશ્વર તાલુકાના વસો ગામના સકીલમિંયા સમસુમિંયા શેખ તા. 18મીના રોજ મલેશિયા ગયા હતા. મલેશિયા ગયા બાદ ઉપરોક્ત પાંચેય યુવાનો સાથે વાતચીત નહીં થતાં અમારા પરિવારનો જીવ અદ્ધર થઈ ગયો હતો તેમજ આ યુવાનોના માતા-પિતા તથા પત્નીઓ તથા બાળકો ખાધા-પીધા વિના અસ્વસ્થ બની ગયા છે અને ચિંતામાં સરી પડ્યા છે.
 
મલેશિયા પોલીસે અટકાયત કરી છે અને ત્યાંની કોર્ટમાં તા.27મીએ મુદ્દત છે
 
આ બાબતે તા.23મીના રોજ વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. ત્યારે તા.24મીના રોજ વિદેશ મંત્રાલય દ્વારા ઈ-મેઈલથી જાણ કરાઈ હતી કે, મલેશિયા ગયેલા વિરપુર તથા વસોનો યુવાન સહીસલામત છે પરંતુ મલેશિયા ઈમીગ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેઓની મલેશિયા પોલીસે અટકાયત કરી છે અને ત્યાંની કોર્ટમાં તા.27મીએ મુદ્દત છે. 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Virpur five missing youths custody in Malaysian police will be produced in court in Malaysia
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended