Home »Madhya Gujarat »Latest News »Anand» Union Budget In Gujarat Will Get 3 Thousand Crore For Dairy Industry

કેન્દ્રના બજેટમાં ગુજરાતને ફાયદો: ડેરી ઉદ્યોગને મળશે રૂ.3 હજાર કરોડ

Bhaskar News, Anand | Feb 02, 2017, 04:34 AM IST

  • અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરનાર ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ
આણંદ:ભારતના દૂધ ઉત્પાદકો માટે સારા દિવસો આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે રજૂ કરાયેલા બજેટમાં ડેરી ઉદ્યોગ માટે નાબાર્ડ હેઠળ રૂ.8000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે ભારતના ડેરી ઉદ્યોગમાં પ્રોસેસીંગ ક્ષમતામાં પ્રતિ દિવસ 5 કરોડ લિટરનો વધારો થશે. જેથી દૂધ ઉત્પાદકોની આવકમાં વાર્ષિક રૂ.50 હજાર કરોડનો વધારો થશે. અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરનાર ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(જીસીએમએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે ‘ભારતના ડેરી ઉદ્યોગમાં હાલમાં પ્રોસેસીંગ ક્ષમતા પ્રતિ દિવસની 10 કરોડ લિટરની છે. જે પૈકી અમૂલ પ્રતિ દિવસની 280 લાખ લિટરની પ્રોસેસીંગ ક્ષમતા ધરાવે છે. 
 
ભારતના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું 
 
કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં નાબાર્ડ હેઠળ ડેરી પ્રોસેસીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ પેટે રૂ.8000 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે ભારતના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે. વર્ષો અગાઉ ઓપરેશન ફ્લડ માટે વર્લ્ડ બેંક અને યુરોપિયન યુનિયન તરફથી સહયોગ સાંપડ્યો હતો. ડેરી ઉદ્યોગમાં ઇન્ફ્રાસ્ટ્રકચર માટે દેશની આઝાદી બાદ પ્રથમવાર વિશેષ ફંડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારે ખેડૂતોની આવક બેગણી કરવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જેના કારણે ભારતના ડેરી ઉદ્યોગની પ્રોસેસીંગ ક્ષમતા પ્રતિ દિવસની 5 કરોડ લિટરની વધશે. પ્રોસેસીંગ ક્ષમતામાં વધારો થતાં દૂધ ઉત્પાદકોની આવકમાં વાર્ષિક રૂ.50 હજાર કરોડનો વધારો થશે.’

આગામી દિવસોમાં દૂધમાં મૂલ્યવર્ધન કરીને આવક વધારાશે 
 
ડેરી ઉદ્યોગના વિકાસ માટે રૂ.8000 કરોડની જોગવાઇ કરવામાં આવતાં પ્રોસેસીંગ ક્ષમતામાં વધારો થશે. જેથી અસંગઠિત ક્ષેત્રમાં દૂધ પ્રોસેસીંગ વિના રહેતું હતું તેનું પ્રોસેસીંગ થઇ શકશે. તેમજ વધુને વધુ દૂધ ઉત્પાદકોને સંગઠિત ક્ષેત્રમાં લાવીને તેઓના દ્વારા ભરાતા દૂધમાં મૂલ્યવર્ધન કરીને બજારમાં વેચાણ કરાશે.- જેઠાભાઇ પટેલ,ચેરમેન-અમૂલ
 

ખેતી સાથે પશુપાલન થકી વધુ આવક મેળવી શકાશે
 
સમય વીતવા સાથે ખેતીલાયક જમીન ટુકડાઓમાં વહેંચાઇ રહી છે. ત્યારે ખેતીની સાથે પશુપાલન ખેડૂતો માટે આવકનો વિકલ્પ બની રહે છે. ખેતીની સાથે પશુપાલનથી રોજબરોજના ખર્ચા કાઢવામાં સરળતા રહે છે. સરકાર દ્વારા ડેરી ઉદ્યોગ માટે કરેલી જોગવાઇથી પશુની સંખ્યા વધારીને  આવક વધે તેવું આયોજન કરી શકાશે.-મનીષ પટેલ, દૂધ ઉત્પાદક-કાસોર
 
આગળની સ્લાઇડમાં વાંચો,આ યોજનાથી ગામડાઓના વિકાસનો વેગ મળશે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Union budget in Gujarat will get 3 thousand crore for dairy industry
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended