Home »Madhya Gujarat »Latest News »Anand» Two Houses Break Lock Into Stolen Rs 58 Thousand In Anand

આંણદ તસ્કરોનો તરખાટ: ધોળા દિવેસ બે ધરના તાળા તૂટ્યા, ચોરી કરી ફરાર

Bhaskar News, Anand | May 18, 2017, 04:12 AM IST

  • આંણદ તસ્કરોનો તરખાટ: ધોળા દિવેસ બે ધરના તાળા તૂટ્યા, ચોરી કરી ફરાર,  anand news in gujarati
આણંદ:આણંદ શહેર અને જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી પોલીસની નિષ્કિય કામગીરીને પગલે તસ્કરો બેફામ બન્યા છે. પેટલાદના માણેજની કોર્પોરેશન બેન્કમાં ચોરીના પ્રયાસ કર્યા બાદ બીજા દિવસે આંકલાવ તાલુકાના ભેટાસી-વાંટામાં આવેલા બે મકાનને તસ્કરોએ ધોળા દિવસે નિશાન બનાવી કુલ 58 હજારની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પેટલાદ બાદ આંકલાવમાં સતત બીજા દિવસે તસ્કરી

આંકલાવના ભેટાસી-વાંટામાં રહેતા વિક્રમસિંહ ગોહેલ પરિવાર સાથે મંગ‌ળવારે બપોરે 11 કલાકે લગ્નમાં ગયા હતા. બપોરે ચાર કલાકે તેઓ પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તૂટેલી હાલતમાં જોતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે ઘરમાં તપાસ કરતાં ઘરનો માલ-સામાન વેરવિખેર પડ્યો હતો. ઘરમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં જ તેમણે આંકલાવ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. અન્ય બનાવમાં ભેટાસી-વાંટામાં રહેતા રમણસિંહ ગોહેલના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂા. 58 હજારની મત્તાની ચોરી કરી હતી. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two Houses Break Lock Into Stolen Rs 58 Thousand in Anand
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended