Home »Madhya Gujarat »Latest News »Anand» Two Boy Dead In An Accident Took Place At Late Night Between Two Scooter At Anand

આણંદ: બે બાઇક સામસામે અથડાતા કુચો બોલી ગયો, 2 યુવકનાં કરુણ મોત

Bhaskar News, Anand | Apr 21, 2017, 00:43 AM IST

  • બે વાહન અથડાતા 2 યુવકનાં મોત
આણંદ:ખંભાત તાલુકાના કલમસરમાં બુધવારે મોડી સાંજે બે વાહન સામસામે અથડાતાં બંને ટુ વ્હીલર ચાલકના મોત નીપજ્યા હતા. જ્યારે પાછળ બેઠેલા બે યુવકો ઘવાતા તેમને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
 
ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
 
પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતમાં રહેતા મુસીરાલી અમજતઅલી સૈયદ અને જુનેદઅલી ઈનાયતઅલી સૈયદ કલમસર ખાતે તથા ભાવનગરના ઘોઘા રોડ પર રહેતા અને હાલમાં ધુવારણ ખાતે રહેતા સુરેશસિંહ માનસિંહ સિંધા અને મનુભાઈ જેસિંગ સિંધા બાઈક ધુવારણ ખાતે લગ્નમાં જઈ રહ્યા હતા. દરમિયાન બંને પુરપાટ ઝડપે કલમસરના ધુવારણ રોડ સ્થિત પ્રમુખ પેટ્રોલપંપ પાસેથી પસાર થતા સામસામે અથડાયા હતા. જેમાં બાઈક ચાલક સુરેશસિંહ સિંધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડના ચાલક મુસીરાલી સૈયદને હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ મનુભાઈ અને જુનેદઅલી ઘવાયા હતા.
 
મૃતક મુસીરાલીના ટૂંક સમયમાં લગ્ન હતા આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two Boy Dead in an accident took place at late night between two scooter at Anand
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended