Home »Madhya Gujarat »Latest News »Anand» Tourist Riding Boat In Mahisagar River In Summer At Anand

આણંદ: ઉનાળાના આકરા તાપમાં નૌકાવિહારની મજા, પ્રવાસીઓ ઉમટી પડ્યા

Bhaskar News, Anand | Apr 21, 2017, 00:20 AM IST

  • વહેરાખાડી મહિસાગર નદી કિનારે ગરમીમાં નૌકાવિહારની મજા
આણંદ: ઉનાળાની કાળઝાળ ગરમીએ દિન-પ્રતિદિન આખરી સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ઉનાળાની ગરમીથી બચવા પશુઓ પણ વડલાના વૃક્ષના છાંયડા નીચે ઉભુ રહ્યા  હતા. બીજી તરફ ગરમીનો તાપ વધુ પડતો હોવાથી કેળ પાકના પાન બળીને સુકાઇ જતાં હોય છે. જેના લીધે ખેડૂતોના તૈયાર થતાં કેળ પાકને નુકસાન થવાની ભીતી ખેડૂત આલમમાં સતાવી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી  ગરમીનો પ્રકોપ વધ્યો છે. ત્યારે વિદ્યાનગરની  શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને  ગરમીથી રાહત અને રક્ષણ મળે તે માટે સેવાભાવી સંસ્થા દ્વારા નલિની કોલેજ પાસે નિયમિત છાશ વિતરણ કરવામાં આવે છે.
 
પ્રવાસીઓ નૌકાવિહારની મજા માણવા આવે છે
 
દરરોજ 200 લીટરથી વધુ છાશનું વિતરણ વિનામુલ્યે કરાય છે. વહેરાખાડી સંગમતીર્થ મહિસાગર નદી કિનારે ગરમીમાં નૌકાવિહારની પ્રવાસીઓએ મજા માણવા માટે મોટી સંખ્યામાં આવે છે. સાંજના સમયે પ્રવાસીઓ નદીમાં નૌકાવિહાર કરી ગરમીમાંથી રાહત મેળવવાની સાથે આનંદ માણી રહ્યા છે.ચરોતર પ્રદેશમાં તમાકુ પાક વિશ્વ વિખ્યાત થઇ ગયેલ છે. ત્યારે ઉનાળામાં ગરમી પડતાંની સાથે તમાકુ પાકનું ખેડૂતો સુકવ્યા બાદ ઠેર-ઠેર તૈયાર કરવાની કામગીરીમાં જોતરાઇ ગયાં છે. ખેતરમાં મહામૂલો તમાકુ પાક તૈયાર અર્થે સુકવામાં આવી રહેલ હોવાનું નજરે પડે છે.
 
આગળ જુઓ વધુ તસવીર...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tourist riding boat in Mahisagar River in Summer at Anand
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended