Home »Madhya Gujarat »Latest News »Anand» Sojitra Political Prominent Has Washing For Proposes Valentine

સોજિત્રાના રાજકીય અગ્રણીને વેલેન્ટાઇનની પ્રપોઝ ભારે પડી

Bhaskar News, Tarapur | Feb 16, 2017, 23:18 PM IST

  • સોજિત્રાના રાજકીય અગ્રણીને વેલેન્ટાઇનની પ્રપોઝ ભારે પડી,  anand news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
તારાપુર: સોજિત્રાના એક રાજકીય અગ્રણીને કેટલાક વ્યક્તિએ ઘરે પહોંચી ઢોર મારમારતાં ભારે હોબાળો મચ્યો હતો. જોકે, આ હુમલા પાછળ રાજકીય અગ્રણીએ યુવતીની છેડતી કરી હોવાનું કારણ બહાર આવતાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. 
 
રાજકીય અગ્રણીના ઘરે પહોંચી તેની ધોલાઇ કરી દીધી હતી
 
રાજ્યમાં નલિયાકાંડની સહી સુકાઇ તે પહેલાં સોજિત્રાના જ એક અગ્રણીએ યુવતીની છેડતી કરતાં હોહા થઇ છે. સોજત્રાના એક રાજકીય અગ્રણીએ વેલેન્ટાઇનના દિવસે એક યુવતીને પ્રપોઝ કરી હતી અને આટલેથી ન અટકતાં તેને પરેશાન પણ કરી હતી. આ બાબતે યુવતીને તેના પરિવારજનોને જાણ કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં અને સીધા જ રાજકીય અગ્રણીના ઘરે પહોંચી તેની ધોલાઇ કરી દીધી હતી. 
 
આ મુદ્દો હાલ ચરોતરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે
 
રાજકીય અગ્રણીના ટેકેદારો શરૂઆતમાં આ હુમલાને લઇ પાઠ ભણાવવા એકત્ર થયાં હતાં. પરંતુ ‘ખાટલે જ મોટી ખોટ’ હતી. આ હુમલા પાછળ યુવતીની છેડતી હોવાનું બહાર આવતાં ટેકેદારો પણ ઠંડા પડી ગયાં હતાં. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા રાજકીય અગ્રણીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને તેઓએ બારોબાર જ સારવાર લઇ ઘર ભેગાં થઇ ગયાં હતાં. આ મુદ્દો હાલ ચરોતરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Sojitra political prominent Has washing for Proposes Valentine
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext