Home »Madhya Gujarat »Latest News »Anand» Security For Pedestrian Walkways Will Be Road In Statewide Say CM Rupani In Petlad

રૂપાણીએ ઘૂંટણિયે પડી જૈન મહારાજને કર્યા વંદન, જૈનો માટેની અલગ પગદંડી બનશે

Bhaskar News, Petlad | Feb 25, 2017, 11:34 AM IST

  • મણીલક્ષ્મી તીર્થના પ્રભુપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી
પેટલાદ: ભારતના આર્થિક પાટનગર સમાન રાજ્ય મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને મળેલા વિજયથી સત્તાપક્ષ ગેલમાં આવી ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ તેમાંથી બાકાત નથી. શુક્રવારે મેણાજ-પેટલાદ ખાતેની મુલાકાતમાં તેમની ખુશી જાહેરમાં વ્યક્ત થઇ હતી. તેમણે મહારાષ્ટ્રના વિજયને આવકારતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયને પ્રજાએ આવકાર્યો છે. જેનું પરિણામ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે. પોતાને મોટાભાઈ સમજતી શિવસેનાએ પણ ભાજપ સાથે ગઠબંધન કરવું પડ્યું છે. આગામી ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનો વિજય નિશ્ચિત છે.’ તેઓએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ‘રાહુલના પિતા એક કુશળ પાયલટ હતાં. પરંતુ રાહુલ આજે અખિલેશની સાયકલને ધક્કા મારે છે.’
 
અમદાવાદથી શંખેશ્વર પણ પગદંડી રસ્તાનુ નિર્માણ કરવામાં આવશે
 
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી પેટલાદ તાલુકાના માણેજ ખાતે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, માણેજ મણીલક્ષ્મી પરિવાર દ્વારા બનાવવામાં આવેલાં કલાત્મક અને શ્રેષ્ઠતમ મણીલક્ષ્મી તીર્થના પ્રભુપ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ‘પગપાળા વિચરણ કરતા ધર્માચાર્યો અને ધર્મપ્રેમીઓને નડતા અકસ્માતો એ ગંભીર અને ચિંતાનો વિષય છે. આથી અમદાવાદથી શંખેશ્વર પણ પગદંડી રસ્તાનુ નિર્માણ કરવામાં આવશે.’ આ ઉપરાંત મણીલક્ષ્મી તીર્થ વિશે તેમણે ઉમેર્યું હતું કે ‘મણીલક્ષ્મી તીર્થ દેશ માટે મુગટમણી સમાન બની રહેશે અને નિકટ ભવિષ્યમાં અહીં દેશભરમાંથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટતા થઇ જશે.
 
યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબે આર્શીવચન પાઠવ્યાં
 
શાહ મણીલાલ લક્ષ્મીચંદ પરિવારે આ તીર્થના સર્જન દ્વારા ધર્મ અને સમાજ માટે સંપત્તિના સદઉપયોગી અનેરી દિશા બતાવી છે.’ આ પ્રસંગે યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબે આર્શીવચન પાઠવ્યાં હતાં. જ્યારે શેઠ મણીભાઈ લક્ષ્મીચંદ શાહ ઠળીયાવાળા પરિવારના ભરતભાઈ, દિનેશભાઈ, અનંતભાઈ ઉપરાંત સાંસદ દિલીપભાઈ પટેલ, દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય સંજયભાઈ પટેલ, મહારાષ્ટ્રના ધારાસભ્ય કિશન કથોરેજી, ઇન્ચાર્જ કલેક્ટર ડો. એમ.ડી. મોડીયા, નિવાસી અધિક કલેક્ટર આર.જી. જાડેજા, પ્રાંત અધિકારી, જૈન મુનિઓ, ભગવંતો, શ્રદ્ધાળુઓ હાજર રહ્યાં હતાં.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: security for Pedestrian walkways will be road in statewide Say CM Rupani in Petlad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended