Home »Madhya Gujarat »Latest News »Anand» Sarpanch And His Son Attack On Youth In Dali Village Of Anand

આણંદ: ડાલીના સરપંચ ’ને તેના પુત્રનો યુવક પર હુમલો

Bhaskar News, Anand | May 18, 2017, 04:20 AM IST

  • આણંદ: ડાલીના સરપંચ ’ને તેના પુત્રનો યુવક પર હુમલો,  anand news in gujarati
આણંદ:સોજિત્રા તાલુકાના ડાલીમાં સરપંચ અને તેના પુત્રએ યુવક પર હથિયાર સાથે હુમલો કરતા સમગ્ર મામલો સોજિત્રા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ડાલી ગામમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ડોડીયા મંગળવારે રાત્રે સરપંચ બળદેવભાઈ પરમારના ઘર પાસે ઊભા રહ્યા હતા ત્યારે બળદેવભાઇ અને તેમનો પુત્ર વિરલ હથિયારો સાથે તેમની પાસે ધસી આવ્યા હતા. જોકે, તેઓ કંઈ સમજે વિચારે તે પહેલાં જ બંને જણાએ તેમને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. આ બનાવમાં વચ્ચે છોડાવવા પડેલા તેમના સંબંધી રોનકને પણ માર માર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sarpanch And His Son Attack on Youth in Dali Village of Anand
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended