Home »Madhya Gujarat »Latest News »Anand» Sardar Patel University Professors Cancellation Of Accreditation In Anand

આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીએ હજાર અધ્યાપકોની માન્યતા રદ્દ

Bhaskar News, Anand | Jan 10, 2017, 23:13 PM IST

આણંદ:સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 28મી ડિસેમ્બરની સિન્ડીકેટ બેઠકમાં લાયકાત વગરના અધ્યાપકોની માન્યતા રદ્દ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે સંદર્ભે 1140 જેટલાં અધ્યાપકોને લાયકાત રજૂ કરવા તક અપાઇ હતી. જો કે, તેમાં ગણ્યા ગાંઠ્યા જ અધ્યાપકો લાયકાત રજૂ કરી શકતાં હજાર ઉપરાંત અધ્યાપકોની માન્યતા રદ્દ કરાઇ છે. આ નિર્ણયને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે સનસની મચી ગઈ હતી.

સિન્ડીકેટ બેઠકમાં એક ખાસ પરિપત્ર કરવામાં આવ્યો

સરદાર પટેલ યુનિવર્સિટીની 28મી ડિસેમ્બરના રોજ યોજાયેલી સિન્ડીકેટ બેઠકમાં એક ખાસ પરિપત્ર કરવામાં આવ્યો હતો. જે મુજબ શરતી માન્યતા મેળવેલા અધ્યાપકોએ જરૂરી લાયકાત મેળવી હોય તેમણે નેટ, સ્લેટની માર્કશીટ અથવા પીએચડીની પદવી મેળવ્યા અંગેના નોટીફિકેશનની નકલ યુનિવર્સિટીને 31મી ડિસેમ્બર સુધીમાં મોકલી આપવા તક અપાઇ હતી. આ ઉપરાંત 4થી જાન્યુઆરી સુધી રજૂઆત કરવાની પણ સમય મર્યાદા અપાઇ હતી.

કુલસચિવે માન્યતા રદ્દ કરવા હુકમ કર્યો

જોકે, એક હજાર જેટલાં અધ્યાપકો પોતાની લાયકાત પુરવાર કરી શક્યાં નહતાં. જેને કુલસચિવે માન્યતા રદ્દ કરવા હુકમ કર્યો છે. આ હુકમ અનુસાર ‘28મી ડિસેમ્બર,2016 પહેલાં જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી. તેવા તમામ અધ્યાપકોની માન્યતા તેમની નિમણૂંક તારીખથી રદ કરાઇ છે. વધુમાં જણાવવાનું કે આવા અધ્યાપકો કે જેઓ યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝ, ફેકલ્ટી, પીજી બોર્ડ ઓફ સ્ટડીઝ એન્ડ રીસર્ચ, એકેડેમીક કાઉન્સીલમાં સભ્ય તરીકે નિમણૂંક પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે.’
 
આગળની સ્લાઇડમાં વાંચો, Phdના રજીસ્ટ્રેશવાળાની પણ માન્યતા રદ્દ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Sardar Patel University Professors Cancellation of Accreditation in Anand
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext