Home »Madhya Gujarat »Latest News »Anand» Ramsing Parmar And Rajendra Parmar Elected In Amul Dairy

અમૂલ ડેરીમાં ‘રામ’રાજ યથાવત, ટર્મની સમયમર્યાદાને લઇને અસમંજસભરી સ્થિતિ

Bhaskar News, Anand | Feb 08, 2017, 23:36 PM IST

  • અમૂલ ડેરીના ચેરમેન પદે સતત વર્ષ 2002થી ચૂંટાઇ આવનારા રામસિંહ પરમારે આ વખતે રાજ યથાવત રાખ્યું.
આણંદ:અમૂલ ડેરી તરીકે જાણીતા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.માં ચેરમન અને વાઇસ ચેરમેનપદની યોજાયેલ ચૂંટણીમાં રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમાર સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઇ હતી. રામસિંહ પરમાર વર્ષ 2002થી સતત અમૂલ ડેરીમાં ચેરમનેપદનો કાર્યભાર સંભાળી રહ્યા છે. ચૂંટણીમાં નિયામક બોર્ડના 13 સભ્યો, અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રથ્નમ, જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢી, રીનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણી અધિકારી બી.એસ.પટેલ દ્વારા અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણીની પ્રક્રિયા બુધવારે બપોરના હાથ ધરી હતી. જેમાં ચેરમેનપદ માટે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેનપદ માટે રાજેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. અન્ય કોઇ સભ્ય ઉમેદવારી ન કરતાં રામસિંહ પરમારને ચેરમેન તરીકે અને રાજેન્દ્રસિંહ પરમારને વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કરી હતી. 

ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે ‘બોર્ડના સભ્યો સાથે મળીને આગામી દિવસોમાં દૂધ ઉત્પાદકોને દૂધના ભાવફેરની રકમ વધુ મળે તે માટે પ્રયાસ કરાશે. જેની માટે અમૂલનું ટર્નઓવર વધે અને સભાસદોને ભાવ વધુ મળે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. પશુપાલકોને પશુ લાવવા માટે લોન આપીને પશુસંખ્યા વધતા દૂધની આવક વધે તેની માટે પણ કામ કરાઇ રહ્યું છે. અમૂલ ડેરીમાં છેલ્લા 33 વર્ષથી સંકળાયેલો છું અને વર્ષ 2002થી ચેરમેનપદનો કાર્યભાર સંભાળી રહ્યો છું.’  આ અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસચેરમેનને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં સભાસદો ઉમટી પડ્યા હતા. 

ટર્મની સમયમર્યાદાને લઇને અસમંજસભરી સ્થિતિ 
અમૂલ ડેરીના ચેરમેનપદે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીક રાજેન્દ્રસિંહ પરમારની બિનહરીફ વરણી થઇ છે, પરંતુ તેઓની ટર્મની સમયમર્યાદાને લઇને અસમંજસભરી સ્થિતિ સર્જાઇ છે. નવા કાયદા અનુસાર ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ નિયત કરાઇ છે. અમૂલ ડેરીના નિયામક મંડળની વર્ષ 2015ના મે મહિનામાં ચૂંટણી થયા બાદ સરકારી પ્રતિનિધિઓની નિયુિક્તને લઇને મામલો હાઇકોર્ટમાં ગયો હતો. જેના કારણે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં દોઢ વર્ષ ઉપરાંતનો વિલંબ થયો છે. ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મની સમયમર્યાદાને લઇને દ્વિઘા ઉભી થઇ છે. ચૂંટણી અધિકારી બી.એસ.પટેલે જણાવ્યું હતું કે ‘ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થઇ તે દિવસથી જ અઢી વર્ષની ટર્મ ગણવામાં આવશે.’
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ramsing parmar and Rajendra parmar elected in Amul dairy
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext